Gujarati News

Gujarati News

News of Thursday, 28th October 2021

દિલ્હીના ટિકરી બોર્ડર પરથી હટાવવા લાગ્યા બેરીકેડિંગ: ખેડૂત આંદોલનના 10 મહિના બાદ ખુલ્લો કરાયો રસ્તો

ખેડૂતોના મંચ પાસેથી બેરીકેડિંગ યથાવત : દિલ્હી પોલીસ અને હરિયાણા તંત્ર વચ્ચે થયેલી બેઠક બાદ નિર્ણય લેવાયો

 

નવી દિલ્હી :  ટિકરી બોર્ડર પર જલ્દીથી ટ્રાફિક માટે પણ રસ્તો ખોલી દેવામાં આવી શકે છે. રસ્તો ખુલ્યા બાદ લોકોને રાહત મળશે. ગુરૂવારે દિલ્હી પોલીસ અને હરિયાણા તંત્ર વચ્ચે થયેલી બેઠક બાદ આ નિર્ણય લેવાયો છે. જોકે હજુ ખેડૂતોના મંચ પાસેથી બેરીકેડિંગ નથી હટાવાયા.

પોલીસના સૂત્રોએ જણાવ્યું છે કે, વરિષ્ઠ પોલીસ અધિકારીઓના આદેશ પર આ દિશામાં કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. દિલ્હી પોલીસે બોર્ડર પર ખેડૂતોને દિલ્હીમાં પ્રવેશ કરતા રોકવા માટે આ માર્ગે જે અસ્થાઈ બેરિકે્ટસ બનાવ્યા હતા, તેને હટાવવાનું કામ પણ શરૂ કરી દીધું છે. શુક્રવાર સુધી આ રોડની એક લાઇનને સમગ્ર રીતે વાહનો માટે ખોલી દેવામાં આવશે.

(11:39 pm IST)