Gujarati News

Gujarati News

News of Wednesday, 28th October 2020

અર્થતંત્રને દિવાળી સમયે દોડતું કરી દેવા નાણામંત્રી વિજળી ઝડપે વિવિધ ક્ષેત્રોના સચિવો સાથે મંત્રણાનો દોર ચલાવી રહ્યા છે : નવું પેકેજ આવી રહ્યું છે અને છૂટછાટો સાથે મોલ્સ સંપૂર્ણ ખોલી નાખવામાં આવે તેવી ભારે ચર્ચા : અનેક ક્ષેત્રોને ધમધમતા કરી દેવા કસરત હાથ ધરાઈ

-  અર્થતંત્રને વેગ આપવા માટે નવા વધુ એક  આર્થિક પેકેજની ચર્ચા કરવા માટે આજે નાણાંમંત્રી નિર્મલા જી વિવિધ વિભાગોના સચિવોને મળ્યા હોવાનું જાણવા મળે છે.

 - મુસાફરી, પર્યટન અને હોસ્પિટાલીટી, ઉડ્ડયન, છૂટક વેપાર, બાંધકામ અને સ્થાવર મિલકતોના ક્ષેત્રે ટેકો આપવા અને ધમધમતા કરવા સરકાર ઉત્સુક છે. 

 - આ ક્ષેત્રોમાં ઇસીએલજીએસ દ્વારા રોકડ  ફ્લોના સપોર્ટ આપવા અંગે વિચારણા કરવામાં આવી રહી છે

 - જે ક્ષેત્રો અગાઉ ઇસીએલજીએસ યોજના માટે લાયક ન હતા, તે ક્ષેત્રોને હવે ઉપયોગમાં નહિ લેવાયેલ રકમ વાપરવા દેવા માટે ધ્યાનમાં લેવામાં આવી શકે છે.

 - હોસ્પિટાલીટી અને ઉડ્ડયન, બાંધકામ, સ્થાવર મિલકત જેવા વિશિષ્ટ ક્ષેત્રો માટેની લોનના પુનર્ગઠન માટેના નિયમો અને શરતોમાં ફેરફાર આવી શકે છે

 -  કોવિડ સંબંધિત સ્ટ્રેસમાટે આરબીઆઈના ઠરાવના ફ્રેમવર્ક હેઠળ બાંધકામ ક્ષેત્રનો સમાવેશ કરવો

 -  તબીબી પ્રોટોકોલ્સ અને કોરનટાઈન રુલ્સમાં છૂટછાટ આપવી

- તહેવારોની સીઝનમાં મોલ્સ સંપૂર્ણ રીતે કાર્યરત- ધમધમતા કરવા

- પ્લાન્ડ પ્રોજેક્ટ્સના ઝડપી અમલીકરણ, ઉદ્યોગોને સરકારે આપવાના બાકી લેણાંની ચુકવણી વગેરે અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

 

(4:27 pm IST)