Gujarati News

Gujarati News

News of Wednesday, 28th October 2020

'વિવાદ સે વિશ્વાસ' સ્કીમની છેલ્લી તારીખ લંબાવાઇ

૩૧ માર્ચ ૨૦૨૧ સુધી ટેકસ સાથે જોડાયેલા વિવાદ ઉકેલી શકાય છે : સ્કીમ હેઠળ કરદાતાઓને ફકત વિવાદિત ટેકસ રકમની ચૂકવણી કરવાની રહેશે : તેમણે વ્યાજ અને દંડની રકમમાં સંપૂર્ણ છુટ આપવામાં આવશે

નવી દિલ્હી,તા. ૨૮: કેન્દ્ર સરકારે ટેકસપેયર્સને મોટી રાહત આપી છે. ઈન્કમ ટેકસ સાથે જોડાયેલા વિવાદને ઉકેલવા માટે શરુ કરવામાં આવેલી 'વિવાદ સે વિશ્વાસ'સ્કીમની છેલ્લી તારીખ એક વાર ફરી આગળ ધપાવવામાં આવી છે. હવે ટેકસપેયર્સ ૩૧ ડિસેમ્બર ૨૦૨૦થી વધારીને ૩૧ માર્ચ ૨૦૨૧ સુધી ટેકસ સાથે જોડાયેલા વિવાદ ઉકેલી શકાય છે. આ સ્કીમને લાવવાનો હેતુ લંબિત કરી વિવાદોનું સમાધાન કરવાનું છે. તમામ કોર્ટમાં પ્રત્યક્ષ કર સાથે જોડાયેલા ૯.૩૨ લાખ કરોડ રૂપિયાના ૪.૮૩ લાખ કેસ પેન્ડિંગ છે. આ સ્કીમ હેઠળ કરદાતાઓને ફકત વિવાદિત ટેકસ રકમની ચૂકવણી કરવાની રહેશે. તેમણે વ્યાજ અને દંડની રકમમાં સંપૂર્ણ છુટ આપવામાં આવશે.

સત્ત્।ાવાર નિવેદનમાં જણાવ્યું ંસાર વિવાદથી વિશ્વાસ યોજના હેઠળ ટેકસ સાથે જોડાયેલા મામલાને પહોંચી વળવા કરદાતાઓને આગ વધારે રાહત આપવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે.

 સરકારે મંગળવારે કોઈ પણ વધારાની રકમ વગર સમયસીમા ૩૧ ડિસેમ્બર ૨૦૨૦થી વધારીને ૩૧ માર્ચ ૨૦૨૧ કરી દીધી છે. જો કે આ ચૂકવણી ફકત કરવામાં આવેલી જાહેરાતના સંદર્ભમાં કરવામાં આવી છે.

નાણા સચિવ અજય ભૂષણ પાંડેએ વિવાદથી વિશ્વાસ યોજના હેઠળ ટેકસ નિકાલને લઈને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સમીક્ષા કરી હતી. આ પ્રસંગે સીબીડીટી ચેરમેન અને બોર્ડના અન્ય સભ્ય તથા પ્રધાન મુખ્ય કર આયુકત હાજર હતા. પાંડેએ કહ્યું કે આ યોજના કરદાતાઓને લાભ અને તેમની સુવિધા માટે છે. કેમ કે આના દ્વારા તાત્કાલિક વિવાદોનું સમાધાન થઈ શકશે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા સરકારે મેમાં નાણા વર્ષ ૨૦૧૯-૨૦ માટે ભરવામાં આવનાર  ITR ની તારીખ વધારીને ૩૦ નવેમ્બર કરી હતી. આ ઉપરાંત આ યોજના હેઠળ તેને વધારી ૩૧ ડિસેમ્બર ૨૦૨૦ કરી હતી.

(3:08 pm IST)