Gujarati News

Gujarati News

News of Wednesday, 28th October 2020

યુપી રાજ્યસભા ચૂંટણીઃ બસપામાં મોટો બળવો: 6 ધારાસભ્યોએ નામ પરત ખેચ્યું

ઉમેદવાર રામજી ગૌતમનો વિરોધ કર્યો : પ્રકાશ બજાજ માટે ખરીદ-વેચાણનો ગંભીર આરોપ લગાવ્યો

ઉત્તરપ્રદેશમાં રાજ્યસભા ચૂંટણી પહેલા બસપા ધારાસભ્યોનો બળવો સામે આવ્યો છે. બહુજન સમાજ પાર્ટીના ધારાસભ્યોએ પોતાના ઉમેદવાર સામે બળવો કર્યો છે. ધારાસભ્યોએ પ્રસ્તાવકમાંથી પોતાનું નામ પાછી લેવાની વાત કરી છે. તેના કારણે રાજ્યસભાના ઉમેદવાર રામજી ગૌતમને પડતા મુકવામાં આવી શકે છે. સાથે જ હવે રાજ્યસભા ચૂંટણી નિર્વિરોધ સંપન્ન થઈ શકે છે

બસપાના ધારાસભ્ય અસલમ રાઈની, હકીમ લાલ બિંદે, હરિ ગોવિંદ ભાર્ગવ, મુસ્તફા સિદ્દીકી અને અસલમ અલીએ બળવો કર્યો છે. તેણે બસપાના ઉમેદવાર રામજી ગૌતમનો વિરોધ કર્યો છે. તેણે પ્રકાશ બજાજ માટે ખરીદ-વેચાણનો ગંભીર આરોપ લગાવ્યો છે

   હવે ઉત્તરપ્રદેશમાં રાજ્યસભાની ચૂંટણી વધુ દિલચસ્પ થઈ ચુકી છે. કાલે થનારી વોટિંગ પહેલા સમાજવાદી પાર્ટી, કોંગ્રેસ, બહુજન સમાજ પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે બેઠકો ચાલી રહી છે. આજે કોંગ્રેસ-બીએસપીના ધારાસભ્યોને લંચ ઉપર બોલાવ્યા છે. ઉમેદવારોના સમર્થન મેળવવામાં લાગેલી સૌથી વધારે પરસેવો ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવને આવી રહ્યો છે. જો કે, તેના ઉપર બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર ભીમરાવ આંબેડકરને પણ જીતાડવાની જવાબદારી છે. ભાજપે નવ ઉમેદવારો ઉતારીને વિપક્ષી દળોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. ચૂંટણીમાં ક્રોસ વોટિંગની પણ શક્યતાઓ દેખાઈ રહી છે.

(1:47 pm IST)