Gujarati News

Gujarati News

News of Wednesday, 28th October 2020

૨૪ કલાકમાં ૪૩,૮૯૩ નવા કેસઃ ૫૦૮ દર્દીઓએ ગુમાવ્યો જીવ

કુલ મૃત્યઆંક ૧.૨૦ લાખને પાર પહોંચ્યોઃ કુલ સંક્રમિતોની સંખ્યા ૮૦ લાખની નજીક

નવી દિલ્હી, તા.૨૮: દેશમાં કોવિડ-૧૯ સંક્રમણના નવા કેસો સામે આવવાની સંખ્યામાં છેલ્લા અનેક દિવસોથી નોંધપાત્ર દ્યટાડો નોંધાયો છે. તેની સામે કોરોનાને મ્હાત આપી હાઙ્ખસ્પિટલથી ડિસ્ચાર્જ થનારા દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં ૪૩,૮૯૩ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ (ઘ્બ્સ્ત્ઝ્ર-૧૯)ના કારણે ૫૦૮ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૭૯,૯૦,૩૨૨ થઈ ગઈ છે.

 નોંધનીય છે કે, ભારતમાં કોવિડ-૧૯ની મહામારી સામે લડીને ૭૨ લાખ ૫૯ હજાર ૫૦૯ લોકો સાજા પણ થઇ ચૂકયા છે. છેલ્લા ચોવીસ કલાકમાં ૫૮,૪૩૯ દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલ ૬,૧૦,૮૦૩ એકિટવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ ૧,૨૦,૦૧૦ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.

 આ ઉપરાંત, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ બુધવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૨૭ ઓકટોબર સુધીમાં ભારતમાં કુલ ૧૦,૫૪,૮૭,૬૮૦ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, મંગળવારના ૨૪ કલાકમાં ૧૦,૬૬,૭૮૬ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

 ગુજરાતમાં ૨૭મી ઓકટોબરે કોરોના વાયરસના ૯૯૨ નવા કેસ પોઝિટિવ નોંધાયા છે, જયારે ૧૧૦૨ દર્દીઓ સાજા થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. ૨૪ કલાક દરમિયાન રાજયના જુદા જુદા વિસ્તારોમાં કોરોના વાયરસના ૫ દર્દીનાં મોત થયા છે. દરમિયાન રાજયમાં પોઝિટિવ કેસનો આંક ૧૬૯૦૭૩ એ પહોંચી ગયો છે.

દેશના છેલ્લા ૨૪ કલાકના કોરોનાના કેસો

. કેરળઃ ૫,૪૫૭

. મહારાષ્ટ્રઃ ૫,૩૬૩

. દિલ્હીઃ ૪,૮૫૩

. પશ્ચિમ બંગાળઃ ૩,૯૫૭

. કર્ણાટકઃ ૩,૬૯૧

.આંધ્રપ્રદેશઃ ૨,૯૦૧

. તમિલનાડુઃ ૨,૫૨૨

. છત્ત્।ીસગઢઃ ૨,૦૪૬

. ઉત્ત્।રપ્રદેશઃ ૨,૦૧૮

. બેંગ્લોરઃ ૧,૮૭૪

. રાજસ્થાનઃ ૧,૭૯૬

. હરિયાણાઃ ૧,૨૪૮

. ઓડિશાઃ ૧,૨૪૭

. ગુજરાતઃ ૯૯૨

. તેલંગાણાઃ ૮૩૭

. મુંબઇઃ ૮૦૧

. ચેન્નાઈઃ ૬૯૫

. બિહારઃ ૬૭૮

. પુણેઃ ૫૮૦

. મધ્યપ્રદેશઃ ૫૧૪

. જમ્મુ-કાશ્મીરઃ ૪૫૨

. આસામઃ ૪૦૩

. પંજાબઃ ૩૫૩

. જયપુરઃ ૩૨૯

. ઝારખંડઃ ૩૧૮

. હિમાચલ પ્રદેશઃ ૨૩૧

. ગોવાઃ ૨૧૫

. ઉત્ત્।રાખંડઃ ૨૧૩

. મણિપુરઃ ૧૮૦

. પુડ્ડુચેરીઃ ૧૪૭

. અરુણાચલ પ્રદેશઃ ૮૧

. મેઘાલયઃ ૭૦

. ચંડીગઢઃ ૬૭

. નાગાલેન્ડઃ ૬૩

. લદાખઃ ૪૬

(3:04 pm IST)