Gujarati News

Gujarati News

News of Wednesday, 28th October 2020

ઇટાલીમાં ફરી લોકડાઉનથી લોકોમાં રોષ હિંસક દેખાવો : શોપિંગ મોલમાં તોડફોડ

મોટા ભાગના શહેરોમાં રેસ્ટોરન્ટ અને કોફી શોપ બંધ રહ્યા હતા તો સિનેમા ગૃહોએ સંપૂર્ણ બંધ પાળ્યો હતો

મિલાન, તા.૨૮:  આખા વિશ્વને પોતાના ભરડામાં લેનાર કોરોના મહામારીને નિયંત્રિત કરવા અગાઉની જેમ આ વખતે થોડા પ્રતિબંધ સાથે ઇટાલીએ ફરીથી લોકડાઉન શરૂ કરતાં ઇટાલીના અનેક શહેરોમાં લોકો તેનો વિરોધ કરવા રસ્તા પર ઉતરી આવ્યા હતા.

મોટા ભાગના શહેરોમાં રેસ્ટોરન્ટ અને કોફી શોપ બંધ રહ્યા હતા તો સિનેમા ગૃહોએ સંપૂર્ણ બંધ પાળ્યો હતો. ઉત્ત્।રીય શહેર તુરિનમાં દેખાવકારોએ શાંતિપૂર્ણ દેખાવમાં પલીતો ચાંપી કેટલીક દુકાનોના શટર તોડી પાડયા હતા.

તેમણે દ્યુમાડો ઉત્પન્ન કરતાં બોમ્બ ફેંકયા હતા અને પોલીસ પર બોટલ મારો કર્યો હતો. ક્ષેત્રિય સરકારના વડા મથક પિડેમોન્ટમાં દેખાવકારોએ વધારે તોફાન કર્યા હતા, એમ આજના ટીવી સમાચારોમાં દર્શાવવામાં આવ્યું હતું.

એક ફોટોગ્રાફર પર બોટલ ફેંકવામાં આવતા તે દ્યાયલ થયો હતો. પોલીસે પિઝઝા ડેલ કાસ્ટેલમાંથી દેખાવકારોને ખસેડવા ટીયરગેસ છોડયા હતા. એ જ જગ્યાએ થોડા કલાક અગાઉ ૩૦૦ ટેકસી ચાલકોએ પોતાની ટેકસીઓ એક લાઇનમાં ઊભી કરી તેમને થઇ રહેલા આર્થિક નુકસાન તરફ સત્ત્।ાવાળાઓનું ધ્યાન ખેંચવાનો પ્રયાસ કર્યો હતો.

લોકડાઉન લાદતા સીટી સેન્ટરમાંથી ં પ્રવાસીઓ અને પર્યટકો માટે કામ કરતા કામદારો જતા રહ્યા હતા. ફુટબોલ પ્રેમીઓની જેમ અત્યંત ઝનુની બની ગયેલા 'અલ્ટ્રાઝ'દ્વારા તુરિનમાં પણ હિંસા આચરવામાં આવી હતી. પોલીસે ત્યાંથી પાંચ દેખાવકારોને પકડી લીધા હતા.

ઇટાલીના બિઝનેસ સેન્ટર મિલાનમાં પોલીસે રસ્તો રોકીને બેઠેલા દેખાવકારોને દૂર કરવા લાઠીચાર્જ કર્યો હતો. ત્યાંથી પોલીસે બે જણાની અટકાયત કરી હોવાનું સમાચાર એજન્સીએ કહ્યું હતું. તાજેતરમાં ઇટાલીમાં કોરોનાએ ફરી માંથું ઉંચકતા આગામી ૩૦ દિવસો સુધી રેસ્ટોરન્ટ, કોફી શોપ્સ અને બારને સમય કરતાં વહેલા બંધ કરવાનો સરકારે કરેલા ઓર્ડરનો અમલ થયો.

મોટા બાગના ઇટાલીયનો સાંજે સાડા સાત વાગ્યા પહેલા જમતા ના હોઇ, આ ઓર્ડરથી તમામ રેસ્ટોરન્ટને વહેલા બંધ કરવાની ફરજ પડી હતી જેઓ આમ પણ િઆર્થક પરેશાનીનો સામનો કરી રહ્યા છે. જો કે ટેકઅવે અને ડીલીવરી સેવા ચાલુ રહેશે.રવિવારે ક્રેકડાઉનની જોહરાત કરાઇ હતી.

તેના એક દિવસ પહેંલા જ ઇટાલીમાં અત્યાર સુધીના સૌથી વધુ પાંચ લાખ કેસ નોંધાયા હતા.ગયા સપ્તાહે દુકાનદારોએ શાંત અને મૌન રેલી કાઢી હતી. તેમનો વિરોધ એટલા માટે હતો કે રાત્રે સાડા અગિયાર વાગ્યા પહેલા તમામ નાગરિકોને ઘરે પરત ફરવાનો ઓર્ડર કરાયો હતો. એક રીતે ક્ષેત્રિય કર્ફ્યુ લદાયો હતો.

(10:53 am IST)