Gujarati News

Gujarati News

News of Monday, 28th October 2019

શ્રીલંકા-તામિલનાડુના દરિયાકાંઠે નવું વાવાઝોડું સર્જાઈ રહ્યાના નિર્દેશો

શ્રીલંકા અને દક્ષિણ તામિલનાડુ વિસ્તારમાં બુધવાર સુધીમાં ભારે વરસાદ પડશે

નવી દિલ્હી : દક્ષિણ શ્રીલકા નજીકથી હવાનું હળવું દબાણ પસાર થઇ રહયું છે,જેના લીધે શ્રીલંકા અને દૂરના દક્ષિણ તામિલનાડુ વિસ્તારમાં બુધવાર સુધીમાં ભારે વરસાદ પડે તેવી ચેતવણી વિદેશી ખાનગી હવામાન સંસ્થાએ આપી છે

 આ લો પ્રેસર દક્ષિણ  પૂર્વ અરબી સમુદ્રમાં આ અઠવાડિયાના મધ્યભાગે પ્રવેશે અને ચાલુ સપ્તાહના અંતભાગે ડિપ્રેશનમાં અથવા વાવઝોડામાં પરિવર્તન પામે તેવી સંભાવના હોવાનું પણ જણાવાયું છે

(10:21 pm IST)