Gujarati News

Gujarati News

News of Monday, 28th October 2019

યુરીપિયન પ્રતિનિધિમંડળને સામાન્ય લોકોને મળીને ઘાટીનો વાસ્તવિક સ્થિતિ જાણકારી મળશે : ત્રણ પૂર્વ મુખ્યમંત્રીઓને પણ મળવું જોઈએ : મહેબુબા મુફ્તી

કશ્મીર અને દુનિયાના વચ્ચે પડેલ પડદો ઉઠાવવાની જરૂર : પીડીપી નેતાઓએ નવેસરથી મહેબુબા મુફ્તીને મળવા મંજૂરી માંગી

જમ્મુ: ભારત સરકારની સહમતી બાદ મંગળવારે યુરોપીય સંઘ (ઇયુ )નું 28 સભ્યોનું પ્રતિનિધિમંડળ શ્રીનગરના બે દિવસીય પ્રવાસે આવી રહ્યું છે,ત્યારે મહેબુબા મુફ્તીએ ટ્વીટ કરીને એવી આશા વ્યક્ત કરી છે કે આ પ્રતિનિધિમંડળ કાશ્મીરના સામાન્ય લોકોને મળીને ઘાટીની વાસ્તવિક સ્થિતિની જાણકારી મેળવશે તેને ત્રણ પૂર્વ મુખ્યમંત્રીઓને પણ મળવું જોઈએ

                    આજે દિલ્હી પહોચેલું પ્રતિનિધિમંડળે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ( એનએસએ ) અજિત ડોભાલસ સાથે મુલાકાત કરી હતી,સદસ્યોએ બેઠકમાં અન્ય મહત્વપૂર્ણ મુદ્દા પર ચર્ચા કર્યા બાદ જમ્મુ કાશ્મીરની સ્થિતિ અંગે જાણકારી મેળવી હતી તેઓએ કાશ્મીરની વાસ્તવિકતા જાણવા ઘાટીના પ્રવાસની વાત કરી હતી જેના પર ભારત સરકારે પોતાની સહમતી વ્યક્ત કરી છે આ પ્રતિનિધિમંડળ દિલ્હીથી મંગળવારે બે દિવસીય પ્રવાસે શ્રીનગર પહોંચશે

                  આ જાણકારી મળતા મહેબુબા મુફ્તીએ ટ્વીટર હેન્ડલથી ટ્વીટ કરીને આશા વ્યક્ત કરી કે યુરોપિયન સંઘના સદસ્યોને લોકો,સ્થાનિક મીડિયા,ડોકટરો અને ગણમાન્ય વ્યક્તિઓ સાથે વાત કરવાની તક મળશે કશ્મીર અને દુનિયાના વચ્ચે પડેલ પડદો ઉઠાવવાની જરૂર છે તેણીએ કહ્યું કે ભારત સરકારને જમ્મુ કાશ્મીરને અશાંતિમાં ધકેલવા માટે જવાબદાર માનવું જોઈએ

                  બીજીતરફ પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના જમ્મુના નેતાઓએ પાર્ટીની પ્રમુખ અને પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તી સાથે મુલાકાત કરવા રાજ્યપાલ પાસે નવેસરથી મંજૂરી માંગી છે આ પહેલા પણ જમ્મુના નેતાઓએ રાજ્યપાલ પાસે શ્રીનગરમાં મહેબુબા મુફ્તીની મુલાકાતની મંજૂરી મળી હતી પરંતુ પાર્ટીની અંદર મતભેદ ઉભો થતા મુલાકત ટાળી હતી માંગી હતી

(9:57 pm IST)