Gujarati News

Gujarati News

News of Monday, 28th October 2019

પ્રધાનમંત્રી મોદી આજે રિયાદ પહોંચશે, મંગળવારે ફ્યુચર ઇન્વેસ્ટમેન્ટ ઇનિશિએટીવ ફોરમના ત્રીજા સત્રમાં ભાગ લેશે

નરેન્દ્રભાઈ મોદી આજથી બે દિવસના સાઉદી અરબ પ્રવાસે રવાના:ઉર્જા-નાણાં સહિત અનેક દ્વિપક્ષીય મુદ્દા પર ચર્ચાની શક્યતા

વિદેશ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે- સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે અલગ-અલગ પ્રતિમંડળ સ્તરીય વાતચીત કરશે.

નવી દિલ્હીપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારે બે દિવસના પ્રવાસ પર સાઉદી અરબ રવાના થશે. તેમના પ્રવાસ દરમિયાન બન્ને દેશ વચ્ચે ઉર્જા, નાણાં સહિત અનેક દ્વિપક્ષિય મુદ્દા પર ચર્ચા થાય તેવી શક્યતા છે. મોદી સાઉદી કિંગ સલમાન બિન અબ્દુલઅજીજ અલ સઉદ તરફથી મળેલા આમંત્રણને પગલે સાઉદી અરબ જઈ રહ્યા છે. વિદેશ મંત્રાલયના સચિવ (આર્થિક બાબત) ટીએસ તિરુમૂર્તિએ જણાવ્યું હતું કે મોદી સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે પણ ચર્ચા વિચારણા કરશે.

             વિદેશ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે યાત્રા દરમિયાન મોદી રૂપે કાર્ડ પણ લોન્ચ કરશે. તેઓ રિયાદમાં ફ્યુચર ઈન્વેસ્ટમેન્ટ ઈનિશિએટીવ (એફઆઈઆઈ) ફોરમના ત્રીજા સત્રમાં પણ ભાગ લેશે. તેઓ મંગળવારે સત્રને સંબોધિત કરશે. એફઆઈઆઈને દાવોસ ઈન ડેજર્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. રિયાદ દ્વારા વર્ષ 2017 માં ક્ષેત્રમાં સંભવિત રોકાણ વધારવા માટે શરૂઆત કરવામાં આવી હતી.

            વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી મંગળવારે  રિયાદમાં કેટલાક સાઉદી પ્રધાનો સાથે પણ મુલાકાત કરશે. ટીએસ તિરુમૂર્તિએ જણાવ્યું હતું કે સ્ટ્રેટેજીક પાર્ટનરશિપ કાઉન્સિલ સાથે એક સમજૂતી પર પણ હસ્તાક્ષર થશે. સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ સાતે અલગ-અલગ પ્રતિનિધિ સ્તરની વાતચીત પણ થશે. વર્ષ ડિસેમ્બરમાં બન્ને દેશના નૌસેના વચ્ચે સંયુક્ત યુદ્ધાભ્યાસ થાય તેવી શક્યતા છે.

(6:25 pm IST)