Gujarati News

Gujarati News

News of Monday, 28th October 2019

પાકિસ્તાનનો પીઓકે પર ગેરકાયદે કબ્જો : કર્યો કાશ્મીરમાં કબ્જા માટે કાવતરા કરે છે

વડાપ્રધાન મોદીએ જમ્મુ-કાશ્મીરમાં જવાનોને મીઠાઈ ખવડાવી દિવાળી પર્વની ઉજવણી કરી

નવી દિલ્હી : જમ્મુ-કાશ્મીરમાં એલઓસી પરથી પીએમ મોદીએ પાકિસ્તાન પર મોટો આક્ષેપ લગાવ્યો. પીએમ મોદીએ કહ્યું કે પાકિસ્તાને પીઓકે પર ગેરકાયદે કબજો કર્યો છે. અને કાશ્મીર પર કબજો મેળવવા કાવતરા રચી રહ્યું છે. ભાગલા બાદ પણ પાકિસ્તાન સુધર્યુ નથી.

 પીએમ મોદીએ કહ્યું કે આજે સેનાનું પરાક્રમ દુનિયા જુએ છે. સેનાને આધુનિક બનાવાઈ રહી છે. પાકિસ્તાનના મનસૂબા પર સેનાના જવાનોએ પાણી ફેરવી દીધું છે. પીઓકેને લઈ દિલમાં આજે પણ ઉણપ છે. સેના યોગ્ય જવાબ આપવાનું જાણે છે.

 દર વર્ષની જેમ આ વર્ષે પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદી જવાનો સાથે દીવાળી મનાવવા જમ્મુ-કાશ્મીર પહોંચ્યા હતા. જ્યાં તેમણે પીઓકેને લઈ પાકિસ્તાન પર આક્ષેપ કર્યા. તેઓ જમ્મુ-કાશ્મીરમાં એલઓસી પાસે રાજૌરી અને પઠાણકોટમાં જવાનો સાથે દીવાળી મનાવી.

  પીએમ મોદી અનુચ્છેદ 370 હટ્યા બાદ પહેલી વખત જમ્મુ-કાશ્મીર પહોંચ્યા છે. તેમણે જવાનોને મીઠાઈ ખવડાવીને દીવાળી અને નવા વર્ષની શુભેચ્છા આપી.હતી 

(12:00 am IST)