Gujarati News

Gujarati News

News of Monday, 28th October 2019

અમૃતસરના જગવિખ્યાત સુવર્ણ મંદિરમાં રોશનીનો અદભુત ઝગમગાટ :-દીવડાઓનો મનમોહક શણગાર

પ્રકાશ પર્વ દિવાળીએ આતશબાજીનો નજારો નિહાળવા હજારો શ્રદ્ધાળુઓ ઉમટ્યા

અમૃતસરના ગોલ્ડન ટેમ્પલ ખાતે રોશનીનો ઝગમગાટ સર્જાયો છે હજારો શ્રદ્ધાળુઓથી ગોલ્ડન ટેમ્પલ જાણે ઉભરાયુ હતું. રોશનીના ઝગમગાટની સાથે આતશબાજીનો અદભૂત નજારો જોવા મળ્યો હતો.

  અમૃતસરમાં ગોલ્ડન ટેમ્પલ ખાતે યોજાયેલી આ આતશબાજીને નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા.  ઘણા શ્રદ્ધાળુઓએ આ યાદગાર પળોને પોતાના મોબાઇલ કેમેરામાં કંડારી હતી.

સુવર્ણ મંદિરમાં રોશનીનો ઝગમગાટ સર્જાયો છે રોશનીના પર્વ દિવાળીએ અમૃતસરના જગવિખ્યાત ગોલ્ડન ટેમ્પલમાં આવો જ અદભૂત નજારો જોવા મળ્યો. પ્રકાશ પર્વ દિવાળીમાં ગોલ્ડન ટેમ્પલનો દીવડાઓથી શણગાર કર્યો હતો.

(12:00 am IST)