Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

ભવાનીપુરની પેટા ચૂંટણી પર રોકનો કોર્ટનો ઈનકાર

દિલીપ ઘોષ પર હુમલા બાદ ચૂંટણી ટાળવા માગ થઈ : ભાજપને આંચકો, આ બેઠક પર ૩૦ સપ્ટેમ્બરે મતદાન આ બેઠક પરથી મમતા બેનર્જી ચૂંટણી લડી રહ્યા છે

કોલકાતા, તા.૨૮ : કોલકાતા હાઈકોર્ટે પશ્ચિમ બંગાળમાં ભવાનીપુર બેઠક પર થઈ રહેલી પેટા ચૂંટણી પર રોક લગાવવાનો ઈનકાર કરી દીધો છે. બેઠક પર ૩૦ સપ્ટેમ્બરે મતદાન થવાનુ છે.

સોમવારે ભાજપના નેતા દિલિપ ઘોષ પર અહીંયા થયેલા હુમલા બાદ ભાજપના નેતાઓએ ચૂંટણી ટાળવા માટે માંગ કરી હતી. ભાજપના બંગાલના નેતા સ્વપ્ન દાસગુપ્તાએ ચૂંટણી પંચને મતદાન મથકોની આસપાસ કલમ ૧૪૪ લગાવવા માટે માંગ કરી હતી અને સાથે સાથે ચૂંટણી કેન્દ્રીય સુરક્ષાદળોની હાજરીમાં કરવા માટે પણ માંગ કરી હતી.

દિલિપ ઘોષે કહ્યુ હતુ કે, મારા જેવા નેતાઓ પર જો હુમલો થતો હોય તો સામાન્ય લોકો કેવી રીતે ઘરમાંથી નિકળીને મતદાન કરશે મને આશા નથી કે નિષ્પક્ષ રીતે ચૂંટણી થાય. એટલે હાલમાં ચૂંટણી ટાળી દેવામાં આવે અને વાતાવરણ સારૃ હોય ત્યારે ચૂંટણી કરવી જોઈએ. ઉલ્લેખનીય છે કે, ભવાનીપુર બેઠક પરથી હાલના સીએમ મમતા બેનરજી ચૂંટણી લડી રહ્યા છે અને ભાજપે તેમની સામે પ્રિયંકા ટિબરેવાલને મેદાનમાં ઉતાર્યા છે. મમતા બેનરજીએ મુખ્યમંત્રી પદ પર ચાલુ રહેવા માટે ચૂંટણી જીતવી જરૃરી છે.

(7:20 pm IST)