Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

જમ્મૂ કાશ્મીરમાં આર્ટિકલ 370 હટાવવા પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી માટે સંવિધાન પીઠની રચના કરાઈ

અલગ અલગ કુલ 14 અરજીઓ દાખલ : પીઠમાં જસ્ટિસ એન.વી.રમણાની અધ્યક્ષતામાં પાંચ જજો કરશે સુનાવણી

નવી દિલ્હી : જમ્મૂ કાશ્મીરથી બંધારણના અનુચ્છેદ 370 અને 35Aને હટાવવા સાથે જોડાયેલી અરજીઓ પર સુનાવણી માટે સુપ્રીમ કોર્ટે બંધારણ પીઠનું ગઠન કર્યું છે. આ પીઠ અનુચ્છેદ 370 હટાવવાની જોગવાઇઓ અને પ્રક્રિયાને પડકારતી અરજીઓ પર સુનાવણી કરશે.

    જસ્ટિસ એન. વી. રમણાની અધ્યક્ષતા વાલી પાંચ જજોની પીઠમાં જસ્ટિસ સંજય કિશન કૌલ, જસ્ટિસ સુભાષ રેડ્ડી, જસ્ટિસ બી. આર. ગવઇ અને જસ્ટિસ સૂર્યકાંત હશે. બેચ એક ઓક્ટોબરથી જમ્મૂ કાશ્મીરના વહીવટીય બદલાવને પડકારતી અગલ-અલગ અરજીઓ પર સુનાવણી કરશે.

  એક ઓક્ટોબરથી સુપ્રીમ કોર્ટમાં બે બંધારણ પીઠ બે મહત્વપૂર્ણ મામલાની સુનાવણી કરશે. પહેલાથી જ એક સંવિધાન પીઠ અયોધ્યા મામલાની સુનાવણી કરી રહી છે.

    જમ્મૂ કાશ્મીરની બંધારણીય અને નાગરિક અધિકારો પર પ્રતિબંધને લઇને કુલ 14 અરજીઓ દાખલ કરવામાં આવી હતી. તેમા બે અરજીઓ હેબિયસ કોર્પસ, જ્યારે બે કરફ્યૂ અને અન્ય પ્રતિબંધોને હટાવવાને લઇને કરવામાં આવી હતી

   એક અરજી મીડિયા અને જનતાની માહિતી મેળવવાના અધિકારોને લઇે જ્યારે બાકી 9 અરજીઓ આર્ટીકલ 370ની જોગવાઇઓ અને પ્રક્રિયાને અલગ-અલગ રીતે પડકારે છે. બે અરજીઓ 370 હટાવવાની જોગવાઇની સાથે-સાથે રાષ્ટ્રપતિની અધિસૂચનાને પણ પડકારે છે.

(9:54 pm IST)