Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

૧ ઓક્ટોબરથી નવા મોટર વ્હીકલ એક્ટ મુજબ વાહનના આરસી બુક તેમજ ડ્રાઇવિંગ લાયસન્સના ફોર્મેટમાં ફેરફાર

નવી દિલ્હી: થોડા દિવસો અગાઉ નવો મોટર વ્હીકલ એક્ટ 2019 થયા બાદ તમે બાઇક, કાર અને ટ્રક વગેરેની મોટી રકમના મેમો(ચલણ) ફાટ્યાના સમાચાર વાંચ્યા હશે. પરંતુ હવે તમારે એ પણ જાણવું જોઇએ કે તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ (DL) અને ગાડીનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ (RC) પણ બદલાવવાના છે. જોકે 1 ઓક્ટોબરથી ડીએલ અને આરસીના ફોર્મેટમાં ફેરફાર થવા જઇ રહ્યો છે. નવા ફેરફાર હેઠળ આખા દેશમાં બધા વાહન ચાલકોના ડીએલ ગાડીની આરસીનું ફોર્મેટ એક જ હશે. એટલે કે ડીએલ અને આરસીનો રંગ, લુક, ડિઝાઇન અને સિક્યોરિટી ફીકહ્ર્સ એક જેવા હશે.   

માઇક્રોચિપ અને ક્યૂઆર અંકિત હશે

નવા નિયમ હેઠળ સ્માર્ટ ડીએલ અને આરમાં માઇક્રોચિપ અને ક્યૂઆર અંકિત હશે. તેનાથી દેશના દરેક રાજ્યમાં ડીએલ, આરસીનો રંગ અને પ્રિન્ટિંગ એક જેવા હશે. હવે બધા ડીએલ અને આરસીમાં જાણકારીઓ એક જ જગ્યાએ હશે. અત્યાર સુધી રાજ્ય અનુસાર ડીએલ અને આરસીનું ફોર્મેટ અલગ-અલગ હોય છે, પરંતુ હવે એવું નહી હોય. ક્યૂઆર કોડ અને ચિપમાં બધા જ રેકોર્ડ હશે.

વાહનનો રેકોર્ડ વાંચી શકાશે

ક્યૂઆર કોડ દ્વારા કેંદ્વિય ડેટા બેસથી ડ્રાઇવર અથવા વાહન વિશે સમગ્ર રેકોર્ડ વાંચી શકાશે. તમને જણાવી દઇએ કે ક્યૂઆર કોડ રીડ કરવા માટે ટ્રાફિક પોલીસને હેન્ડી ટ્રેકિંગ ડિવાસ આપવામાં આવશે. દરેક વાહન ચાલકના ડીએલની પાછળ ઇમરજન્સી કોન્ટેક્ટ નંબર પણ લખવામાં આવશે. આ નંબર પર પોલીસ અથવા અન્ય કોઇ ચાલકને મુશ્કેલી સર્જાતા સંપર્ક કરી શકાશે. ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટના અધિકારીઓનું કહેવું છે કે આ ફેરફાર બાદ ટ્રાફિક સંભાળવામાં પોલીસકર્મીને સરળતા રહેશે.

શું છે સમસ્યા

ડીએલ અને આરસીને લઇને હાલ દરેક રાજ્ય પોત-પોતાના અનુસાર ફોર્મેટ તૈયાર કરે છે, પરંતુ તેમાં એક પરેશાની એ છે કે કોઇ રાજ્યમાં તેનાપર જાણકારીઓ શરૂમાં છે તો કોઇ રાજ્યમાં પાછળની તરફ પ્રિન્ટ છે. પરંતુ સરકારના નવા નિર્ણય બાદ ડીલ અને આરસી પર જાણકારીઓ એક જ જગ્યાએ હશે.

(5:06 pm IST)