Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

આધારલીંક કરાવવાના નામે છેતરપીંડી : ૧૦૦૦થી વધુ લોકોએ ૧૦ કરોડ રૂપિયા ગુમાવ્યા

નવી દિલ્હી, તા. ર૮ : દિલ્હી પોલીસે ઠગોની એક એવી ટોળીનો પર્દાફાશ કર્યો છે, જે ૧૦૦૦થી વધારે બુઝુર્ગો પાસેથી ૧૦ કરોડથી વધારે છેતરપીંડી કરી ચૂકી છે. આ લોકો બુઝુર્ગોને ગમે તેમ સમજાવીને તેમના બેંક ખાતા અને બીજા દસ્તાવેજોની માહિતી મેળવી લેતા હતા. ત્યાર પછી ગરીબોને પૈસા આપીને તેમના ડોકયુમેન્ટસ પર સરનામા ફેરવાવી નાખતા હતાં અને પછી આ સરનામાના આધારે બેંક ખાતુ ખોલીને બુઝુર્ગોના ખાતા ખાલી કરી નાખતા હતા. પોલીસે બધી બેંકોમાં આ પ્રકારના લગભગ ૧૧૦૦ ખાતાઓની ભાળ મેળવી છે.

આ ટોળકીની માયાજાળ કેટલાય રાજયોમાં ફેલાયેલી હતી. ડીસીપી એન્ટો અલ્ફોસે જણાવ્યું કે આ ટોળકીનો સરદાર ઝારખંડનો અલિમુદ્દીન અંસારી (ર૭) છે. પોલીસે અલિમુદ્દીન અને આજમગઢના મનોજ યાદવને ઝડપી લીધા છે. તેમની પાસેથી અલગ અલગ બેંકના ખાતાના ૮૧ ડેબીટ કાર્ડ, ૧૦૪ ચેકબુક, ૧૩૦ પાસબુક, ૮ ફોન, ૩૧ સીમકાર્ડ, આઇડી પ્રુફની ફોટોકોપી વગેરે મળી આવ્યા છે.

ઓનલાઇન કરોડો રૂપિયાની છેતરપીડી કરનાર અલિમુદ્દીન અંસારીએ પૂછપરછમાં ચોંકાવનારી માહિતીઓ આપીને તેમના આઇડીનો ઉપયોગ કરીને બેંક ખાતુ ખોલવાતો હતો પછી પોતાના શિકારના પૈસાને આ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરતો અને પૈસા જમા થાય એટલે થોડી મીનીટોમાં જ પૈસા ઉપાડી લેતો હતો.

(3:44 pm IST)