Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

HDFC બેંકે લોન્ચ કર્યુ કાર્ડઃ દર વર્ષે ફ્રીમાં મળશે ૫૦ લીટર પેટ્રોલ-ડીઝલ

IOCC સાથે મિલાવ્યા હાથઃ ગ્રાહકને રિવોડસ્-બેનીફીટસ મળશે

નવી દિલ્હી, તા.૨૮:આમ તો ભારતમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો રોજે રોજ આસમાને પહોંચી રહી છે, પરંતુ જો તમને મફતમાં ૫૦ લિટર પેટ્રોલ કે ડીઝલ આપવામાં આવે તો શું કહેશો? જી હાં, આ એકદમ સાચી ખબર છે. HDFC બેંકે એક ખાસ કાર્ડ લોન્ચ કર્યું છે, જેમાં ગ્રાહકોને ફ્રીમાં ૫૦ લિટર પેટ્રોલ-ડીઝલ મળી રહ્યું છે.

HDFC બેંકે ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ સાથે મળીને એક નવું ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યું છે. આ ખાસ કાર્ડનું  નામ 'ઈન્ડિયન ઓઈલ HDFC બેંક ક્રેડિટ કાર્ડ'છે. આ કાર્ડથી ગ્રાહકોના ખર્ચ કરવા પર ઘણા બધા બેનેફિટ્સ અને રિવોર્ડ મળશે.

કાર્ડ દ્વારા ગ્રાહક ૨૭,૦૦૦થી વધારે ઈન્ડિયન ઓઈલના આઉટલેટ્સ પર 'ફયુલ પોઈન્ટસ' નામના રિવોર્ડ પોઈન્ટ્સ હાંસેલ કરી શકે છે. આટલું જ નહીં ગ્રોસરી, બિલ પેમેન્ટ અને શોપિંગ જેવા અન્ય ખર્ચા પર પણ ગ્રાહક ફયૂઅલ પોઈન્ટ કમાઈ શકે છે. આ પોઈન્ટસથી ગ્રાહકોને ઘણા ફાયદો થશે આટલું જ નહીં આ પાઈન્ટ્સને રિડીમ કરીને વાર્ષિક ૫૦ લિટર સુધી પેટ્રોલ-ડીઝલ ફ્રી મેળવી શકાય છે.

જો તમે પણ ઈન્ડિયન ઓઈલ HDFC બેંક ક્રેડિટ કાર્ડ ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમે HDFC બેંકની વેબસાઈટ પર જઈને તેના માટે આવેદન કરી શકો છો અથવા પછી નિકટની બેંક શાખામાં જઈને પણ એપ્લાય કરી શકો છો.

જોકે આ કાર્ડનો ફાયદો માત્ર નાન-મેટ્રો શહેરો અને ગામડાના ગ્રાહકોને જ મળશે. આ કાર્ડની વાર્ષિક કિંમત ૫૦૦ રૂપિયા છે. જો કોઈ એક વર્ષમાં ૫૦,૦૦૦ રૂપિયા ખર્ચ કરે છે, તો તેને આ વાર્ષિક ફી નહીં ચૂકવવી પડે. કાર્ડને રૂપે અને વીઝા બંને પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કરાવાઈ રહ્યું છે. નાના શહેરો અને ગામડાઓમાં ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે આ સ્કીમ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે બેંકની ૭૫ ટકાથી વધારે બ્રાંચ નોન-મેટ્રો શહેરોમાં છે.

(3:43 pm IST)