Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

જીએસટી પ્રથમ રિટર્ન ર૦૧૭-૧૮માં ઢગલાબંધ ખામીઓ વેપારી-ટ્રેડર્સ ઇચ્છે તો પણ ફાઇલ થઇ શકે તેમ નથી !!

ઓગસ્ટ મહિના સુધીમાં માત્ર ૧૮ ટકા રિટર્ન ફાઇલ થયાઃ કયાંથી ડેટા લેવો તે જ જાણી શકાતુ નથી..

રાજકોટ તા. ર૮ : જીએસટીનું વાર્ષિક રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી ૩૧ ઓગસ્ટ અંગે દેશભરમાં જુદા જુદા એસોસીયેશનો અને સંગઠનો દ્વારા જોરદાર વિરોધ થયો હતો. જેના કારણે મુદતમાં બે મહિનાનો વધારો કરાયો હતો. ઓગસ્ટ મહીના સુધી દેશમાં માત્ર ૧૮ ટકા રિટર્ન ફાઇલ થયા છે. અગાઉ મુદત વધારી છતાં કમ્પ્લાયન્સ પર કોઇ અસર પડી નથી. એટલું જ નહીં જીએસટીનું પહેલું રિટર્ન ૧૭-૧૮ માં એટલી બધી ખામીઓ છ.ે કે, વેપારી તો શું ટ્રેડર્સ ઇચ્છે તો પણ ફાઇલ કરી શકે એમ નથી. જીએસટીના જટિલ રિટર્નના કારણે સમયસર રિટર્ન ફાઇલ થઇ શકે એમ છે જ નહિ અને તેની પાછળના અનેક કારણોમાં એક એવું પણ છે કે, વાર્ષિક રિટર્ન ભરવા માટેડેટા જીએસટીઆર-૧માંથી લેવા ૩ બીમાંથી લેવા તે ખબર પડતા નથી.

ડીલર્સને વાર્ષિક રિટર્નના ભારરૂપે જીએસટીઆર-૯ ભરવાનુંછે. કમ્પોઝિશન ડીલર્સને જીએસટીઆર-૧ એ ભરવાનું છે. જેજીએસટીઆર-૯ ફાઇલ કરનારને જીએસટીઆર-૯ સીમાં ઓડિટ રિપોર્ટ ફાઇલ કરવાનો છે માત્ર ગુજરાતમાં જ નહી દેશમાં કુલ કરદાતાઓ પૈકી માત્ર ૧૮ ટકા કરદાતાઓએ રિર્ટન ફાઇલ કર્યા છે.માત્ર કરદાતાઓની સંખ્યાનો આંકડાઓ જાહેર કરવાથી જીએસટીના ચોખ્ખી આવક બહાર આવતી નથી તેવું સલાહકારોનું કહેવું છે. જીએસટીઆર.-ર એ માં ઇનવોયસ અને ઇનપુટ ટેકસ ક્રેડિટનો વિકલ્પ નહી હોવાથી જીએસટી ચુકવવો પડે છે.

(11:14 am IST)