Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

યુપી વિધાનસભાની પેટાચૂંટણી માટે સમાજવાદી પાર્ટીએ ઉમેદવાર જાહેર કર્યા

 

ઉત્તર પ્રદેશમાં યોજાનારી વિધાનસભા પેટા-ચૂંટણીઓ માટે સમાજવાદી પાર્ટીએ શુક્રવારે બે બેઠકો માટે પોતાના ઉમેદવારોની ઘોષણા કરી હતી. પાર્ટીનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે લખનઉ કેન્ટથી મેજર આશીષ ચતુર્વેદીને ઉમેદવાર જાહેર કર્યા છેકાનપુરની ગોવિંદનગર બેઠક પર સમાજવાદી પાર્ટીએ સમ્રાટ વિકાસને ઉમેદવાર જાહેર કર્યા છે. લખનઉ કેન્ટથી ગત વિધાનસભાની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીએ નાની પુત્રવધૂ અપર્ણા યાદવને મેદાનમાં ઉતાર્યા હતા. જે ભાજપનાં રીટા બહુગુણાની સામે ચૂંટણીમાં હાર્યા હતા.

સમાજવાદી પાર્ટીએ શુક્રવારે તેના બે ઉમેદવારોનાં નામની ઘોષણા કરી હતી. પાર્ટીએ લખનઉ કેન્ટથી મેજર આશીષ ચતુર્વેદીને મેદાનમાં ઉતાર્યા છે.

  2017 ની વિધાનસભાની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીએ મુલાયમની નાની પુત્રવધૂ અપર્ણા યાદવની ઘોષણા કરી હતી, પરંતુ તેઓ ભાજપનાં ડૉ. રીટા બહુગુણા જોશીથી હાર્યા હતા. ભાજપનાં રીટા બહુગુણા જોશીને કુલ 95,402 વોટ મળ્યા હતા, જ્યારે સમાજવાદી પાર્ટીનાં અપર્ણા યાદવને 61,606 વોટ મળ્યા હતા.

    રાજ્યની 12 બેઠકોની પેટા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીએ અત્યાર સુધી 3 બેઠકો માટે ઉમેદવારો જાહેર કર્યા હતા. પાર્ટીએ ફિરોઝાબાદની ટૂંડલા વિધાનસભામાંથી મહારાજસિંહ ધનગર, બલહા (અનામત) બેઠક પરથી કિરણ ભારતી અને સહારનપુરનાં ગંગોહ વિધાનસભા મત વિસ્તારથી ચૌધરી ઇન્દ્રસેનને મેદાનમાં ઉતાર્યા છે. 21 ઓક્ટોબરે અહીં મતદાન થશે. 24 ઓક્ટોબરનાં રોજ પરિણામ જાહેર કરવામાં આવશે.

(12:00 am IST)