Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

વડાપ્રધાન મોદીનું સ્વપ્ન સાકાર :વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'

સાધુ બેટ ખાતે નિર્માણકાર્ય અંતિમ તબક્કામાં : કૂલ ઊંચાઈ 240 મીટર હશે: સમગ્ર મૂર્તિને બહારથી તાંબાના પતરાનું કોટિંગ

 

રાજપીપળાઃ સરદાર સરોવર ડેમની સામે વિશ્વની સૌથી ઊંચી એવી સરદાર પટેલની તાંબાની પ્રતિમાનું નિર્માણ અંતિમ તબક્કામાં છે વડા પ્રધાન નરેન્દ્રભાઈ  મોદી 31 ઓક્ટોબરે તેનું અનાવરણ કરશે  પ્રતિમાના અનાવરણની સાથે ભારત વિશ્વમાં સૌથી ઊંચું સ્મારક ધરાવતો દેશ બની જશે.

  પ્રતિમાની વિશેષતા અને તેના વિશેની માહિતી જીએ તો સરદાર પટેલની વિશાળ મૂર્તી એવી 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'નું નિર્માણ નર્મદા ડેમથી 3.2 કિમી દૂર સાધુ બેટ ખાતે ચાલી રહ્યું છે. મૂર્તિની કૂલ ઊંચાઈ 240 મીટર હશે, જેમાં તેનો પાયો 58મીટરનો અને મૂર્તિ 182 મીટરની હશે. લોખંડની ફ્રેમ સાથે સિમન્ટ અને કોંક્રિટના મિશ્રણથી તેનું નિર્માણ થઈ રહ્યું છે. સમગ્ર મૂર્તિને બહારથી તાંબાના પતરાનું કોટિંગ કરવામાં આવશે. સમગ્ર પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ રૂ.3,001 કરોડ મુકવામાં આવ્યો છે. 31 ઓક્ટોબર, 2014ના રોજ તેનું નિર્માણકાર્ય શરૂ થયું હતું અને હવે ચાર વર્ષ બાદ 31 ઓક્ટોબર, 2018ના રોજ વડા પ્રધાન નરેન્દ્રભાઈ  મોદી તેનું ઉદ્ઘાટન કરશે

વિશ્વની સૌથી વિશાળ મૂર્તિની ડિઝાઈન, નિર્માણ અને જાણવણીનો કોન્ટ્રાક્ટ લાર્સન એન્ડ ટૂર્બોએ લીધો છે. વર્ષ 2014માં કંપનીએ રૂ.2,989 કરોડમાં કોન્ટ્રાક્ટ મેળવ્યો હતો. તેના નિર્માણનો ખર્ચ પીપીપી ધોરણે ઉઠાવવામાં આવી રહ્યો છે. જેમાં કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા પણ નાણાની ફાળવણી કરવામાં આવી છે.

બુર્જ ખલીફાની પ્રોજેક્ટ મેનેજર 'ટર્નર કન્સ્ટ્રક્શન' કંપની, મિશેલ ગ્રેવેઝ એન્ડ એસોસિએટ્સ અને મીનહાર્ડ્ટ ગ્રુપ સમગ્ર પ્રોજેક્ટનું સુપરવિઝન કરી રહ્યા છે

નિર્માણ સામગ્રી 

કોંક્રિટ - 75,000 ક્યુબિક મીટર સ્ટીલનું માળખું - 5,700 મેટ્રિક ટન 

રિઈન્ફોર્સ્ડ સ્ટીલના સળિયા - 18,500 ટન  તાંબાનું પતરું - 22,500 ટન 

નિર્માણ સ્થળની ખાસિયતો 

- સરદાર પટેલની મૂર્તિ બહારથી દેખાવમાં તાંબાના પતરાની બનેલી દેખાશે 
-
મુસાફરોને બહાર નિકળવાનો સમય ઘટાડવા માટે ફાસ્ટ એલેવેટર્સ લગાવાશે 
-
વિશાળ મ્યુઝિયમ/ પ્રદર્શન હોલ જેમાં સરદાર વલ્લભભાઈ પટેલના જીવન અને દેશ માટે આપેલા યોગદાનની પ્રદર્શની હશે 

- સરદાર પટેલની યાદમાં એક સુંદર બગીચો પણ બનાવવામાં આવશે 

ઓબ્ઝર્વેશન ડેસ્ક  નદીથી 500 ફૂટની ઊંચાઈએ એક ઓબ્ઝર્વેશન ડેસ્ક બનાવાશે, જેમાં એકસાથે 200 લોકો સમાઈ શકશે. અહીંથી લોકોને સતપુડા અને વિંદ્યાચલની પર્વતમાળાનો સુંદર નજારો દેખાશે, 212 કિમી લાંબો સરદાર સરોવર ડેમનો સંગ્રહક્ષેત્ર જોવા મળશે અને 12 કિમી લાંબો ગરૂડેશ્વર સંગ્રહસ્થળ પણ અહીંથી દેખાશે

પ્રવાસન માટેની સુવિધાઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીનો એક પ્રવાસન સ્થળ તરીકે પણ વિકાસ કરવામાં આવનારો છે. વિશ્વની સૌથી મોટી મૂર્તિ જોવા માટે દેશ-વિદેશના પ્રવાસીઓની સગવડનું પણ અહીં ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. તેમના માટે એક વિશાળ પબ્લિક પ્લાઝા જેમાં બેસીને તમને નર્મદા નદી અને મૂર્તિ બંને જોવા મળશે. અહીં ફૂડ સ્ટોલ, ગિફ્ટ શોપ્સ, છૂટક દૂકાનો અને અન્ય મનોરંજનની સુવિધાઓ ઉભી કરવામાં આવશે

નિર્માતા કંપની 
વિશ્વની સૌથી વિશાળ મૂર્તિની ડિઝાઈન, નિર્માણ અને જાણવણીનો કોન્ટ્રાક્ટ લાર્સન એન્ડ ટૂર્બોએ લીધો છે. વર્ષ 2014માં કંપનીએ રૂ.2,989 કરોડમાં કોન્ટ્રાક્ટ મેળવ્યો હતો. તેના નિર્માણનો ખર્ચ પીપીપી ધોરણે ઉઠાવવામાં આવી રહ્યો છે. જેમાં કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા પણ નાણાની ફાળવણી કરવામાં આવી છે

બુર્જ ખલીફાની પ્રોજેક્ટ મેનેજર 'ટર્નર કન્સ્ટ્રક્શન' કંપની, મિશેલ ગ્રેવેઝ એન્ડ એસોસિએટ્સ અને મીનહાર્ડ્ટ ગ્રુપ સમગ્ર પ્રોજેક્ટનું સુપરવિઝન કરી રહ્યા છે

(1:25 am IST)