Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

સર્જીકલ સ્ટ્રાઈકને મળ્યો શબ્દ અને સુરનો સંગાથ : સ્વરાંકિત થઇ સર્જિકલ સ્ટ્રાઈક એન્થમ

સર્જિકલ સ્ટ્રાઈકના બે વર્ષ નિમિત્તે તૈયાર કરાયું ગીત:પ્રસૂન જોષી અને કૈલાશ ખેરનો સમન્વય

 

નવી દિલ્હી :પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઈકના બે વર્ષ પૂર્ણ થયા છે ગત 28 સપ્ટેમ્બર 2016ના દિવસે ભારતે પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી.ત્યારે  સર્જીકલ સ્ટ્રાઈકને શબ્દ અને સુરનો સંગાથ મળ્યો છે ગીતકાર પ્રસૂન જોષીએ ભારતીય સૈનિકોના સન્માનમાં એક ગીતની રચના કરી છે. ગીતમાં જાણીતા સિંગર કૈલાશ ખેર અવાજ આપશે.

  પ્રસૂન જોષી લિખિત ગીતના શબ્દો છે મેરા દેશ મેરી જાન. ગીતનું પરફોર્મન્સ 30 સપ્ટેમ્બરના રોજ દિલ્હી સ્થિત ઈન્ડિયા ગેટ પર યોજાશે. અગાઉ પણ કૈલાશ ખેર પ્રકારના અન્ય દેશભક્તિના ગીતોમાં પોતાનો અવાજ આપી ચૂક્યા છે.

   અત્રે ઉલ્લેખનીય છે કે ઊરીમાં સેનાના નિવાસ પર થયેલા હુમલાના જવાબમાં ભારતીય સેનાએ નિયંત્રણ રેખા પાર કરીને આતંકવાદીઓના સાત સ્થળોને તબાહ કરીને સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. સેનાએ કહ્યું હતું કે સર્જિકલ સ્ટ્રાઈકમાં મોટી સંખ્યામાં આતંકવાદીઓનો ખાત્મો બોલાવવામાં આવ્યો હતો અને તે આતંકવાદીઓ ભારતીય સીમામાં ઘૂસણખોરી કરવાનું કાવતરું ઘડી રહ્યા હતા. દેશના રક્ષા મંત્રીએ ગત અઠવાડિયે કહ્યું હતું કે સર્જિકલ સ્ટ્રાઈકની દ્વિતિય વર્ષગાંઠ પર 28થી 30 ડિસેમ્બર દરમિયાન વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

  પ્રસૂન જોષી હાલમાં દેશના સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશનના ચેયરમેન છે અને રંગ દે બસંતી, તારે જમીન પર, હમ તુમ, ફના, ભાગ મિલ્ખા ભાગ, દિલ્હી 6 જેવી સુપરહિટ ફિલ્મ્સના ગીતો લખી ચૂક્યા છે. કૈલાશ ખેર પણ દિલ્હી 6, સ્વદેશ, ખોસલા કા ઘોસલા જેવી અનેક હીટ બોલિવૂડ ફિલ્સ્મના ગીતોમાં પોતાનો અવાજ આપી ચૂક્યા છે.

(12:42 am IST)