Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

મણીપુરમાં કથિત નકલી અથડામણ:કેન્દ્રે કહ્યું કોર્ટની ટિપ્પણી એ સુરક્ષાકર્મીના મનોબળ માટે આંચકારૂપ

નવી દિલ્હી ;સુપ્રીમ કોર્ટ દ્વાર કથિત નકલી અથડામણ મામલામાં આરોપિત મણિપુરના કેટલાક પોલીસકર્મીને કથિતરૂપે હત્યારા કહેવાયા,તેના [પર સવાલ ઉઠાવતા કેન્દ્ર સરકારે કહ્યું કે તેને ધૂસણખોરીથી પ્રભાવિત ક્ષેત્રોમાં તૈનાત શશસ્ત્ર દળો અને સુરક્ષાકર્મીઓના મનોબળને પુરી રીતે આચકો આપ્યો છે સરકારે ન્યાયમૂર્તિ મદન બી,લોકુર અને ન્યાયમૂર્તિ દિપક ગુપ્તાની પીઠને કહ્યું કેટલાક મણિપુર પોલીસકર્મીઓએ મણિપુરમાં નકલી મુઠભેડના મામલાની સુનાવણીથી પીઠને અલગ કરવા આવેદન કર્યું છે સરકાર તેનું સમર્થન કરે છે મામલે કેન્દ્રીય તપાસ બ્યુરોની વિશેષ દળ તપાસ કરી રહી છે

   જોકે અરજીકર્તાઓએ  સરકારની દલીલ પર કહ્યું કે ન્યયાલયને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી રહી છે અને પીઠને મામલાની સુનાવણીથી પોતાને અલગ કરવી જોઈએ નહીં

  પીઠ મણિપુરમાં કથિત ન્યાયેત્તર હત્યાઓના 1528 મામલાની તપાસ અરજી પર સુનાવણી કરી રહી છે અરજીની સુનાવણી દરમિયાન ન્યાયાલયે ગત વર્ષે 14મી જુલાઈએ એક એસઆઈટીની રચના કરી હતી અને પ્રાથમિકી દાખલ કરવા અને તપાસના આદેશ આપ્યા હતા

  ;પોલીસકર્મીઓ સહીત ત્રણસોથી વધુ સૈન્યકર્મીઓ પણ સુપ્રીમકોર્ટમાં અરજી દાખલ કરી છે તેમાં મણિપુર અને જમ્મુ કાશ્મીરમાં કાર્યવાહી માટે તેના વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવાને પડકારી છે બંને રાજ્યોમાં સશસ્ત્રદળ કાનૂન લાગુ છે

  એટર્ની જનરલ કે,કે,વેણુગોપાલે પીઠને કહ્યું કે કેન્દ્ર સરકાર પાસેથી મને નિર્દેશ મળ્યા છે કે અમે અરજીનું સમર્થન કરીએ છીએ જ્યાં સુધી મણિપુરમાં સશસ્ત્રદળને સબંધ છે તો તે બહુ કઠિનાઈની સાથે ઘુસણખોરો સાથે સંઘર્ષ કરી રહ્યાં છે એટર્ની જનરલે સશસ્ત્ર દળ (વિશેષ અધિકાર )એકનું પ્રભાવી ક્ષેત્રમાં કાર્યવાહી કરતા સશસ્ત્ર દળના સુરક્ષાકર્મીઓ અને પોલીસકર્મીઓ પર કેસ ચલાવવા પર સવાલ ઉઠાવ્યો અને કહ્યું કે તે સમજી નથી શકતા કે તેને કેસનો સામનો શા માટે કરવો પડી રહયો છે

(11:55 pm IST)