Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

રાફેલ અંગે પવારથી નારાજ થયા તારીક અનવર : NCP સાથે છેડો ફાડયો

નવી દિલ્હી તા. ૨૮ : ૧૯૯૯માં સોનિયા ગાંધીના વિદેશી મુળનો હવાલો આપી કોંગ્રેસ છોડી શરદ પવારની સાથે મળીને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીનો (NCP) પાયો નાંખનાર તારિક અનવરે પક્ષને અલવિદા કહિ દીધું છે. અનવરે NCP છોડવાની સાથો સાથ લોકસભાના સાંસદ તરીકે પણ રાજીનામું આપી દીધું છે.

 તારિક અનવરે રાજીનામું આપવાની વાત સ્વીકારી અને કહ્યું કે, 'વડાપ્રધાન મોદી પૂરી રીતે રાફેલ ડીલમાં સામેલ છે. તેઓ હજુ સુધી પોતાને પાક-સ્પષ્ટ સાબિત કરવામાં નિષ્ફળ રહ્યાં છે. ફ્રાંસના પૂર્વ રાષ્ટ્રપતિના ખુલાસાથી આ કૌભાંડની પુષ્ટી થાય છે. એવામાં શરદ પવારના નિવેદનથી હું અસહમત છું તેથી મેં NCP છોડ્યું છે અને લોકસભાના સભ્ય પદેથી પણ રાજીનામું આપી દીધું છે.' તારિક અનવરે કહ્યું કે, 'પવાર સાહેબનું રાફેલ પર નિવેદન મને યોગ્ય ન લાગ્યું. NCP તરફથી સ્પષ્ટતા આવી પરંતુ તે યોગ્ય નથી. પવાર સાહેબે જયારે નિવેદન આપ્યું હતું ત્યારે તેઓએ પોતે જ તે અંગેની ચોખવટ કરવી જોઈએ. જો કે તેઓ તરફથી કોઈ જ સ્પષ્ટતા ન આવી તો મેં રાજીનામું આપી દીધું.'

(4:32 pm IST)