Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

H-1B વિઝા ધારકોને દેશ નિકાલ કરવામાંથી રાહત : અમેરિકામાં 1 ઓક્ટો.સોમવારથી અમલી બનનારી નવી પોલિસી મુજબ વિઝાની મુદત પુરી થઇ ગયા પછી દેશ નિકાલ માટે H-1B વિઝા ધારકોને નોટિસ નહીં મોકલાય

વોશિંગટન : અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના શાસન બાદ દેશમાં  ગેરકાયદે વસવાટ કરી રહેલા તેમજ વિઝાની મુદત પુરી થઇ ગયા પછી પણ રોકાઈ ગયેલા વિદેશીઓ ઉપર તવાઈ શરુ થઇ ગઈ છે.જે મુજબ જેઓની વિઝાની મુદત પુરી થઇ ગઈ છે તેમજ મુદત વધારી આપવાનો ઇન્કાર કરાયો છે તેવા તમામ વિદેશીઓને દેશ નિકાલ કરવા માટે નોટિસ ટુ અપિઅર મોકલવાનું સોમવારથી શરૂ થઇ જશે.પરંતુ નોટિસમાં હાલની તકે H-1B વિઝા ધારકોને બાકાત રાખવાનું નક્કી થયું હોવાથી મોટા ભાગના ભારતીયોએ રાહતનો દમ લીધો છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:12 pm IST)