Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

દેશભરમાં આજે મેડિકલ સ્ટોર્સ બંધ

ઓનલાઇન ફાર્મસીના વિરોધમાં દવાના વેપારીઓ દ્વારા 'ભારત બંધ'

મુંબઇ તા.૨૮: ડોકટરની ચિઠ્ઠી વગર દવાઓના થતા ગેરકાયદેસર ઓનલાઇન વેચાણ સામેના વિરોધમાં દવાના વેપારીઓ દ્વારા આજે 'ભારત બંધ' પાળવામાં આવી રહયો છે. આ બંધમાં મુંબઇ તથા ગુજરાતભરના દવાના વેપારીઓ પણ જોડાયા છે.

પરંતુ મુંબઇની પડોશના થાણે, વિરાર અને નાલાાસોપારાના દવાના વેપારીઓના એસોસિએશને આ બંધને ટેકો આપ્યો નથી.

ભારત બંધનું એલાન ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન ઓફ કેમિસ્ટ્સ એન્ડ ડ્રગિસ્ટ્સ (AIOCD) દ્વારા કરવામાં આવ્યું છે.

ઓનલાઇન ફાર્મસીને કેન્દ્ર સરકારના સમર્થન સામેના વિરોધમાં આજના બંધમાં મુંબઇના વેપારીઓ પણ જોડાશે, પરંતુ હોસ્પિટલો સાથે સંલગ્ન મેડિકલ સ્ટોર્સ ચાલુ રહેશે.

મહારાષ્ટ્રમાં આ બંધને મહારાષ્ટ્ર રજિસ્ટર્ડ ફાર્મસિસ્ટ્સ ડ્રગિસ્ટ્સ એસોસિએશને ટેકો જાહેર કર્યો છે.

મહારાષ્ટ્ર સ્ટેટ કેમિસ્ટ્સ એન્ડ ડ્રગિસ્ટ્સ એસોસિએશને પણ બંધને ટેકો જાહેર કર્યો છે. આમ, મુંબઇમાં આજે તમામ મેડિકલ સ્ટોર્સ બંધ રહેશે.

દેશભરમાં દવાના લગભગ ૭ કરોટ જેટલા વેપારીઓ છે.

(12:11 pm IST)