Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

આ વયજૂથના લોકો બનાવે છે પોતાના સાથી સાથે સૌથી વધારે સંબંધ : સર્વે

ફિઝિકલ રિલેશન પર તાજેતરમાં જ થયેલા એક સર્વે મુજબ રિપોર્ટમાં ઉંમરના હિસાબે તેની ફ્રિકવન્‍સીની તપાસ કરવામાં આવી છે : રિપોર્ટમાં આવેલા આંકડા ચોંકાવનારા છે

નવી દિલ્‍હી તા. ૨૮ : શારીરિક અને માનસિક આરોગ્‍યને હેલ્‍ધી રાખવા માટે ફિઝિકલ રિલેશનશીપ ઘણી જ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. જોકે, તેને કેટલી વખત બાંધવો શરીર માટે નોર્મલ હોય છે તેના કોઈ નિયમ-કાયદા નથી. આ વિષય પર જ તાજેતરમાં થયેલા એક સર્વેમાં ઉંમરના હિસાબે તેની ફ્રીકવન્‍સની તપાસ કરવામાં આવી હતી. રિપોર્ટમાં આવેલા આંકડા અત્‍યંત ચોંકાવનારા છે. સર્વેમાં જાણવા મળ્‍યું છે કે, વયના હિસાબે કેટલી વખત શારીરિક સંબંધ સ્‍થાપવો જોઈએ.

કિન્‍ઝી ઈન્‍સ્‍ટીટ્‍યુટ ઓફ રિસર્ચ ઈન સેક્‍સ, રીપ્રોક્‍શન એન્‍ડ જેન્‍ડરના એક સંશોધન પ્રમાણે એક વર્ષમાં ૧૮ થી ૨૯ વયજૂથ સુધીના લોકો સરેરાશ ૧૧૨ વખત શારીરિક સંબંધ સ્‍થાપે છે. ૩૦થી ૩૯ વયજૂથના લોકો એક વર્ષમાં સરેરાશ ૮૬ વખત સંબંધ સ્‍થાપે છે. ૪૦થી ૪૯ વયજૂથના લોકોમાં આ આંકડો ૬૯નો આવ્‍યો છે.

સર્વેમાં તેના કરતાં પણ વધારે ચોંકાવનારી બાબત એ રહી કે ૧૩થી વધુ યુગલ એવા હતા, જેમને લગ્નના એક વર્ષ બાદ જ તેમાં રસ ઘટી ગયો હતો. આ રિપોર્ટ અનુસાર ૪૫ ટકા એવા છે જે મહિનામાં માત્ર એક જ વખત શારીરિક સંબંધ સ્‍થાપે છે. લગ્ન બાદ ફિઝિકલ રિલેશનની ફ્રિકવન્‍સી ઘટી જવાનું કારણ જવાબદારીઓમાં વધારો, કામકાજનું શિડ્‍યુલ અને શિફટમાં કામ કરવાનું પણ હોઈ શકે છે.

એક્‍સપર્ટ્‍સ એવું પણ જણાવે છે કે, ૩૪ ટકા લોકોએ એક અઠવાડિયામાં બે થી ત્રણ વખત શારીરિક સંબંધ સ્‍થાપવાની વાતને સ્‍વીકારી છે. ૭ ટકા લોકો એવા હતા જે એક અઠવાડિયામાં ચારથી પાંચ વખત રિલેશન બનાવતા હતા.

આ સર્વેમાં આપવામાં આવેલા આંકડા સાથે તમારી લાઈફની સરખામણી કરતાં પહેલા એ વાતનું ખાસ ધ્‍યાન રાખશો કે, અહીં ફિઝિકલ રિલેશનનો અર્થ થાય છે તમારા સાથીદાર સાથે ક્‍વોલિટી ટાઈમ પસાર કરવો. ફિઝિકલ રિલેશનની ફ્રિકવન્‍સી કેટલી છે તેની સાથે તમારા આનંદને કોઈ લેવા-દેવા નથી.

(11:22 am IST)