Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

કવિહ્રદયી દાદા એક સારા ક્રિકેટર હતા :રણજી ટ્રોફીમાં કેપ્ટ્ન પણ રહ્યાં હતા

પહેલી ઇનિંગમાં 59 રન બનાવ્યા: કારકિર્દીમાં હાઈએસ્ટ 144 રનફટકાર્યા હતા

 

રાજકોટ :રાજકોટના રાજવી મનોહરસિંહજી રાજકારણી અને કવિ હોવા સાથે એક સારા ક્રિકેટર પણ હતા તેઓ રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્ર ટીમના કેપ્ટન પણ રહ્યાં હતા.વર્ષ 1955-56 દરમિયાન ગુજરાત અને સૌરાષ્ટ્ર વચ્ચેની મેચ દરમિયાન પહેલી ઇનિંગમાં 59 રન બનાવ્યા હતા તેઓ હંમેશા ટોપ ઓર્ડર બેટ્સમેન તરીકે ભૂમિકા નિભાવતા હતા

   તેઓએ તેમની ક્રિકેટ કારકિર્દીમાં હાઈએસ્ટ 144 રન ગુજરાત ટીમ સામે ડિસેમ્બર 1957માં બનાવ્યા હતા.  દાદાએ 14 મેચ દરમિયાન 614 રન બનાવ્યા હતા. જેમાં 1 સદી અને 4 અર્ધ સદીનો સમાવેશ થાય છે

(12:00 am IST)