Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

જમ્મુ કાશ્મીરમાં અનંતનાગ, બડગામ અને નૂરબાદમાં આતંકવાદી અને સેના વચ્ચે અથડામણ:બે આતંકી ઠાર

અનંતનાગમાં આસિફ મલિક નામનો આતંકી અને બડગામમાં બે આતંકવાદી ઠાર:નૂરબાગમાં બે આતંકીઓ છૂપાયાંની આશંકા

 

જમ્મુ કાશ્મીરના અનંતનાગ, બડગામ અને નૂરબાદમાં આતંકવાદી અને સેના વચ્ચે અથડામણ થઈ છે. સેનાએ અનંતનાગમાં એક આતંકવાદીને ઠાર કર્યા છે. સેનાએ આસિફ મલિક નામના આતંકવાદીને અથડામણમાં ઠાર કર્યો છે. જ્યારે સેનાનો એક જવાન અથડામણમાં ઘાયલ થયો છે

   અનંતનાગ બાદ બડગામમાં સેનાએ બે આતંકવાદીને ઠાર કર્યા છે. જ્યારે નૂરબાગમાં પણ સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે. સેનાને નૂરબાગમાં બે આતંકવાદીઓ છુપાયા હોવાની આશંકા છે.

(12:00 am IST)