Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

જો કેન્દ્રમાં કોંગ્રેસ સત્તામાં આવશે તો જીએસટી ઘટાડાશે ; સતાનો ઉપયોગ રોજગાર વધારવા કરશું : રાહુલ ગાંધી

સરકારની નીતિની ટિક્કા કરતા રાહુલ ગાંધીએ રાફેલ ડીલ મામલે વડાપ્રધાન મોદી પર કર્યા પ્રહાર

 

ભોપાલ :કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ મધ્યપ્રદેશમાં એક જાહેરસભાને સંબોધતા કહ્યું કે, જો કોંગ્રેસ કેન્દ્રમાં સત્તા પર આવશે તો ગુડ્સ અન્ડ સર્વિસ ટેક્સ (GST)માં ઘટાડો કરશે.અને  સત્તાનો ઉપયોગ રોજગાર વધરાવા માટે કરીશું

  મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી પહેલા રાહુલ ગાંધી મધ્યપ્રદેશનો પ્રવાસ કરી રહ્યા છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર રફાલ ડિલ મામલે પ્રહાર કરવાના શરૂ રાખ્યા હતા.રાહુલ ગાંધી બે દિવસ માટે મધ્યપ્રદેશના પ્રવાસ પર છે. પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધીએ કામતા નાથ મંદિરની મુલાકાત લીધી હતી. રામ મંદિર છે.

    તેમણે સરકારીની નીતિની ટીકા કરતા કહ્યું કે, મોદી સરકારે નાના અને મધ્ય ઉદ્યોગોની કેડ ભાંગી નાંખી છે અને નોટબંધીને કારણે લોકો બેરોજગાર થયા છે. જી.એસ.ટી ગબ્બર સિંઘ ટેક્સ છે. “અમે જેવા સત્તા પર આવીશુ કે તરત ગબ્બર સિંઘ ટેક્સને વાસ્તવિક ટેક્સમાં બદલી દઇશું. અમે ટેક્સ ઘટાડીશું. અમે સત્તાનો ઉપયોગ રોજગાર વધરાવા માટે કરીશુંરાહુલ ગાંધીએ સભાને સંબોધતા વાત કરી હતી.

(12:00 am IST)