Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

એડલ્ટરી : સુપ્રીમે શુ કહ્યુ

મહિલા અને પુરૂષને એક સમાન અધિકાર

પતિ, પત્નિ અને વોના સંબંધ હવે અપરાધ નથી. કારણ કે સુપ્રીમ કોર્ટે આજે આ સંબંધમાં ઐતિહાસિક અને દુરગામી ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે સાફ શબ્દોમાં કહ્યુ છે કે એડલ્ટરી હવે અપરાધ નથી. સુપ્રીમ કોર્ટે આઇપીસીની કલમ ૪૯૭માં એડલ્ટરીને અપરાધ તરીકે ગણનાર જોગવાઇને ગેરબંધારણીય તરીકે ગણાવીને તેને ફગાવી દીધી છે.સુપ્રીમ કોર્ટે એડલ્ટરી (વ્યભિચાર) કેસમાં આઇપીસીની કલમ ૪૯૭ને ગેરબંધારણીય જાહેર કરી  દીધી છે. પાંચ જજની બેંચમાં સામેલ રહેલા ચીફ જસ્ટીસ દિપક્ષ મિશ્રા, જસ્ટસ એએમ ખાનવિલકર અને જસ્ટીસ આરએફ નરીમન, ડીવાય ચન્દ્રચુડે આઇપીસીની કલમ ૪૯૭ને અપરાધની હદમાંથી બહાર કરવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે ચુકાદામાં શુ કહ્યુ તે નીચે મુજબ છે.

*    ચીફ જસ્ટીસ દીપક મિશ્રા અને જસ્ટીસ ખાનવિલકરે કહ્યુ હતુ કે એડલ્ટરી તલાક માટે આધાર હોઇ શકે છે પરંતુ અપરાધ રહેશે નહીં

*    એડલ્ટરી અપરાધ રહેશે નહીં પરંતુ જો પત્નિપોતાના લાઇફ પાર્ટનરના વ્યાભિચારના કારણે આત્મહત્યા કરે છે તો પુરાવા રજૂ કરવાની સ્થિતીમાં આત્મહત્યા માટે ઉશ્કેરવા માટે કેસ ચાલી શકે છે

*    તેમાં હુ, મારા અને તમારા તમામ બાબતો સામેલ રહેલી છે

*    પતિ પોતાની પત્નિના માલિક હોઇ શકે નહીં. મહિલાની સાથે અસમાન વર્તન ગેરબંધારણીય છે

*    એડલ્ટરી કાનુન સ્વૈચ્છિક છે અને તે મહિલાના ગૌરવને ઠેસ પહોંચાડે છે

*    એડલ્ટરી કાનુન મહિલાના સેક્સુઅલ ચોઇસને રોકે છે અને તે ગેરબંધારણી છે. સુપ્રીમ કોર્ટે કહ્યુ છે કે મહિલાને લગ્ન બાદ સેક્યુઅલ પસંદગીના અધિકારથી વંચિત રાખી શકાય નહી

*    એડલ્ટરી ગેરંબધારણીય હોવાનો અભિપ્રાય મહિલા જસ્ટીસ ઇન્દુએ  આપ્યો

*    એડલ્ટરી નૈતિકતાની દ્રષ્ટએ અયોગ્ય છે સાથે સાથે સેક્યુઅલ સ્વાયતત્તા યોગ્ય નહી

*    મહિલા અને પુરૂષને એક સમાન અધિકાર રહેશે

*    કલમ ૪૯૭ સમાનતાના અધિકાર, મહિલાઓ માટે સમાન અવસરના અધિકારનો ભંગ કરે છે

*    આઈપીસીની કલમ ૪૯૭ની જોગવાઈ સ્વૈચ્છિક હોવાની વાત કરીને જોગવાઈ દૂર કરી દેવાઈ

*        ચીન, જાપાન અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં વ્યાભિચાર અપરાધ તરીકે નથી 

(12:00 am IST)