Gujarati News

Gujarati News

News of Wednesday, 28th August 2019

એટીએમમાંથી ૧૦ હજાર રૂપિયા કાઢવા માટે જરૂરી રહેશે OTP, કેનેરા બેંકે બદલ્યો નિયમ

નવી દિલ્હીઃ તા.૨૮: એટીએમ વડે વધતા જતા ફ્રોડને ધ્યાનમાં રાખતાં કેનરા બેંકે પોતાના ગ્રાહકોની સુવિધા માટે નવું ફીચર શરૂ કર્યું છે. સેફટીને ધ્યાનમાં રાખતાં કેનરા બેંકે ૧૦૦૦૦ રૂપિયાથી વધુના ટ્રાંજેકશન પર ઓટીપી જરૂરી કરી દીધો છે. આ સુવિધા હેઠળ જો તમે કેનરા બેંકના એટીએમમાંથી ૧૦૦૦૦ રૂપિયા અથવા તેનાથી વધુ કેશ ઉપાડવા માંગો છો તો એટીએમ ટ્રાંજેકશન વખતે તમારે મોબાઇલ રાખવાની જરૂર પડશે.

નવી સુવિધા હેઠળ કેનરા બેંકે ૧૦૦૦૦ રૂપિયા અથવા તેનાથી વધુ કેશ એટીએમમાંથી કાઢતી વખતે ATM પિન નંબરની સાથે OTP પણ જરૂરી કરી દીધો છે. એટીએમ ફ્રોડ રોકવા માટે દેશની ઘણી બેંક એટીમ ટ્રાંજેકશન દરમિયાન રજિસ્ટર્ડ ફોન નંબર પર ઓટીપી નંબર પણ જરૂરી કરવાની છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયાના ડેપ્યુટી જનરલ મેનેજર સુરેશ નાયરના મુતાબિક સ્ટેટ બેંક પણ એટીએમ ટ્રાંજેકશન પર OTP જરૂરી કરવાની છે જેથી એટીએમ ફ્રોડ રોકવામાં મદદ મળશે.

આ ઉપરાંત પણ ઘણી અન્ય બેંક આ પ્રક્રિયા પર કામ કરી રહી છે. ગ્રાહકો દ્વારા ફ્રોડની ઘટનાઓ વધવાને ફરિયાદ કર્યા બાદ બેંકો દ્વારા એટીએમ ટ્રાંજેકશન વખતે પિનની સાથે જ ઓટીપી પણ સુવિધા સાથે છેતરપિંડી પર લગાવી શકાશે. ત્યારબાદ તમારે પિન સાથે જ મોબાઇલ પર આવનાર ઓટીપી પણ એટીએમમાં નોંધવો પડશે. ત્યારબાદ જ તમે ટ્રાંજેકશન પુરૂ થઇ શકશે.

(10:05 am IST)