Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

શહેરમાં કોરોનાનો કુલ આંક ૧૦૦૦ ને પાર : નવા ૩૯ કેસ

આજ બપોર સુધીમાં કરણપરા, સાનિધ્ય ગ્રીન, ન્યુજાગનાથ, અલ્કા સોસાયટી, અંબાજી કડવા પ્લોટ, નહેરુનગર, આલાપગ્રીન સીટી, સંતકબીર રોડ, પરસાણા નગર સહિતના વિસ્તારોમાં કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયાઃ કુલ કેસ ૧૦૨૨ થયા : હાલમાં ૫૬૩ દર્દીઓ સારવાર હેઠળઃ શહેરમાં કોરોનાના કારણે અત્યાર સુધીમાં ૧૧ મૃત્યુ નોંધાયા

રાજકોટ,તા.૨૮: શહેરમાં કોરોનાનો આંક કુદકે કે ને ભુસકે વધતો જાય છે ત્યારે ગઇકાલે ૫૦ કેસ આવ્યા બાદ આજ બપોર સુધીમાં વધુ ૩૯ રિપોર્ટ પોઝિટિવ આવતા શહેરનો કુલ આંક ૧૦૨૨ થયો છે. હાલમાં ૫૬૩ દર્દીઓ સારવાર હેઠળ છે. કોરોનાના કારણે આજે બે સહિત કુલ ૧૧ મૃત્યુ નોંધાયા છે.

આ અંગે મ્યુ.કર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ તા.૨૭ જુલાઇ સાંજે ૦૫ૅં વાગ્યા થી તા.૨૮ જુલાઇ બપોરે ૧૨વાગ્યા સુધીમાં કુલ ૩૯ કોરોના પોઝીટીવ કેસ નોંધાયેલ છે.

કોરોના પોઝિટિવ દર્દીઓનાં સરનામાં

આજે સાનિધ્ય ગ્રીન, કારણપરા, રામધામ સોસાયટી, ન્યુ જાગનાથ પ્લોટ, મોરબીરોડ ઝુપડપટ્ટી, ન્યુ પરિમલપાર્ક, સદગુરુ સોસાયટી, સનસીટી, અંબાજી કડવા પ્લોટ, અંકુર સોસાયટી, સરદારનગર-૭, યોગી દર્શન સોસાયટી, કૈલાશ ધામ, અક્ષરનગર, પરસાણા નગર, સંતકબીર રોડ, પોલીસ હેડ કવાર્ટર, અલ્કા સોસાયટી, હાઈ રાઈઝ બિલ્ડીંગ, રૈયા ટેલીફોન એક્ષચેન્જ, સીલ્વર સાઈન પ્લોટ, રામેશ્વર પાર્ક, પ્લાન્ડ રેસીડેન્સી, ૧૦-શ્રીજી સોસાયટી, નેહરુનગર, દર્શીલ રો હાઉસ, સરદાર પટેલ સોસાયટી, પંચવટી સોસાયટી પાસે, શેપહાયર સનસીટી, ગુલાબ વિહાર સોસાયટી, સોમનાથ સોસાયટી, શકિત સોસાયટી, ગાંધીગ્રામ, સિલ્વર સેન્ડ સોસાયટી, આલાપ ગ્રીન સીટી સહિતનાં વિસ્તારોમાં કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે.

આજે બે મૃત્યુ

આજ રોજ શહેરનાં સંતકબીર રોડ વિસ્તારના ૧પુરૂષ દર્દી તથા શાંતિવન સોસાયટીના ૧  સ્ત્રી દર્દી કોરોનાથી મૃત્યુ પામેલ છે. આજ રોજ સુધીમાં રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં કુલ ૧૧ મૃત્યુ  થયેલ છે.

(4:15 pm IST)