Gujarati News

Gujarati News

News of Saturday, 28th July 2018

ટ્રેનોમાં મળશે વિમાન જેવી સુવિધાઃ કર્મચારી થેલી લઇને કચરો એકઠો કરશે

નવી દિલ્હીઃ એર હોસ્ટેસની જેમ રેલવેનાં કેટરિંગ કર્મીઓ પણ હવે દરેક ટ્રેનમાં ભોજન પછી વધેલો કરચો એકત્રિત કરવામાં માટે યાત્રીઓ પાસે કચરો લેવા માટે આવશે. આ આદેશ રેલવે બોર્ડનાં અધ્યક્ષ અશ્વિન લોહાનીએ અધિકારીઓને આપ્યો છે. રેલવે યાત્રીઓને એર લાઇનલાઇન જેવી સુવિધા આપવા માટે ઝડપથી એરલાઇન મોડલ અપનાવવામાં આવશે જેમાં એરલાઇનનાં ભોજનથી લઇને વેકયૂમ ટોયલેટ સામેલ છે.

લોહાનીએ ગત ૧૭ જુલાઈએ અધિકારીઓ અને બોર્ડ સભ્યો સાથેની એક બેઠકમાં કહ્યું કે ટ્રેનમાં સફાઈ જાળવી રાખવા માટે પેન્ટ્રી કર્મી યાત્રીઓને ભોજન પીરસ્યા પછી કચરો એક થેલામાં ભેગો કરશે. એક અધિકારીએ કહ્યું, 'યાત્રીઓ સામાન્ય રીતે ભોજન કર્યા પછી પ્લેટ પોતાની સીટનાં નીચે રાખે છે અને પેન્ટ્રી કર્મીઓ પ્લેટને એક ઉપર એક મુકીને લઇ જાય છે. કયારેક કયારેક પ્લેટમાં બચેલું જમવાનું સીટ પર પડી જાય છે. આ સિવાય યાત્રીઓ કેળાની છાલ, પેકેટ અને આવી અન્ય ચીજો સીટ અથવા તેની નીચે ફેંકે છે.'

આ પહેલા રેલવે બોર્ડે રેવન્યૂ જનરેટ કરવા અને નોકરીઓ આપવા માટે જોનલ રેલવેને જુના કોચને રેલ થીમવાળા રેસ્ટોરેન્ટમાં બદલવાનો નિર્દેશ આપ્યો હતો.(૨૧.૭)

 

(10:19 am IST)