Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

દિલ્હીની AIIMSની વૈશ્વિક સિદ્ધિ:ઓક્સફર્ડ અને કેમ્બ્રિજને પછાડી વિશ્વની ટોપ--25 મેડિકલ કોલેજોમાં મેળવ્યું સ્થાન

એઈમ્સને 23 મો રેન્ક મળ્યો:લંડનની ઓક્સફર્ડ યુનિવર્સિટી મેડિકલ સ્કૂલને 24મો અને યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજ સ્કૂલ ઓફ ક્લિનિકલ મેડિસિનને 26 મો રેન્ક

નવી દિલ્હી : AIIMS ભારતની સાર્વજનિક મેડિકલ કોલેજોનું સમૂહ છે. આ સમૂહમાં નવી દિલ્હી સ્થિત એઈમ્સ ભારતની સૌથી જૂની અને શ્રેષ્ઠ સંસ્થા છે. તેનો શિલાન્યાસ 1953 માં કરવામાં આવ્યો હતો અને 1956 માં સંસદના અધિનિયમ દ્વારા તેને એક સ્વાયત્ત સંસ્થા બનાવવામાં આવી હતી. ભારતના તબીબી વિજ્ઞાનમાં એઈમ્સની મહતવની ભૂમિકા રહી છે. આના કારણે જ એઈમ્સ એ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે સિદ્ધી મેળવી છે.

અમેરિકાના CEOWORLD મેગેઝિને વિશ્વની ટોચની 100 શ્રેષ્ઠ મેડિકલ કોલેજોનું લીસ્ટ જાહેર કર્યું છે. દિલ્હી સ્થિત એઈમ્સ મેડિકલ કોલેજ વિશ્વની TOP-25 મેડિકલ કોલેજોમાં સામેલ થઇ છે.એઈમ્સને 23 મો રેન્ક મળ્યો છે જ્યારે લંડનની ઓક્સફર્ડ યુનિવર્સિટી મેડિકલ સ્કૂલને 24મો અનેયુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજ સ્કૂલ ઓફ ક્લિનિકલ મેડિસિનને 26 મો રેન્ક મળ્યો છે. એટલે કે એઈમ્સએ ઓક્સફર્ડ અને કેમ્બ્રિજને પછાડી TOP-25 માં સ્થાન મેળવ્યું છે.

આ અંગે કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે ટ્વીટ કર્યું હતું અને 100 મેડીકલ કોલેજમાં સ્થાન પામનારી ભારતની 6 મેડીકલ કોલજના નામ જણાવ્યા હતા.

(11:13 pm IST)