Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

ભૂલ સમજાણી: વિવાદ વધતા ટવીટરે ભારતનો ખોટો નકશો હટાવી લીધો

ટ્વિટરે તેના નકશામાં જમ્મુ કાશ્મીર અને લદ્દાખને ભારતથી અલગ દેખાડ્યા હતા

નવી દિલ્હી : સોશિયલ મીડિયા સાઈટ ટ્વિટરે તેની વેબસાઈટ પરથી ભારતનો ખોટો નકશો હટાવી લીધો છે. ટ્વિટરે તેના નકશામાં જમ્મુ કાશ્મીર અને લદ્દાખને ભારતથી અલગ દેખાડ્યા હતા.

ટ્વિટરે જાણીજોઈને આ કામ કર્યું હોવાનું લાગતું હતું. મીડિયા રિપોર્ટ અનુસાર, આ કેસ ધ્યાનમાં આવતા કેન્દ્ર સરકારે ટ્વિટરે નોટીસ પાઠવવાની તૈયારી કરી હતી. પરંતુ વિવાદ વધતા ટ્વિટરે સોમવારે તેની આ ભૂલ સુધારી લઈને વિવાદીત નકશો હટાવી લીધો હતો.

  માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટરે ફરી એકવાર ભારતને ખોટી રાહ ચીંધી છે. પોતાની વેબસાઇટ પર ટ્વિટરે જમ્મુ અને કાશ્મીર તથા લદ્દાખને અલગ અલગ દેશ બતાવ્યો છે. એટલે કે તેમણે ભારતનો ખોટો નકશો બતાવ્યો છે. સરકારી માહિતી મુજબ આ માહિતીને લઈને ટ્વિટર પર એકદમ કડક કાર્યવાહી કરવામાં આવશે. આ પેહલા પણ સરકારે કેન્દ્ર શાસિત પ્રદેશ લેહની જગ્યાએ જમ્મુ કાશ્મીરના ભાગમાં બતાવતા ટ્વિટરને નોટિસ આપી હતી.

હજી સુધી ભારત સરકાર દ્વારા કોઈપણ પ્રકારની નોટિસ આપવામાં આવી નથી. પણ જાણકાર લોકોએ આપી માહિતી મુજબ જો નોટિસ આપ્યા બાદ પણ જો ટ્વિટર આ ઘટના પર કોઈ પગલાં નહીં લે તો સરકાર આઈટીના નિયમ મુજબ ટ્વિટર પર પ્રતિબંધ લગાવી શકે છે અને કડક કાર્યવાહી પણ કરી શકે છે. આ સાથે જ નિયમ મુજબ સરકાર એક અપરાધ પણ નોંધી શકે છે, જેમાં 6 મહિનાનીઓ કારાવાસ પણ સામેલ છે.

(10:30 pm IST)