Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

ડિજિટલ મીડિયા : નવા રૂલ્સનું પાલન નહીં કરો તો કાયદેસર પગલાં લેવાશે : કેન્દ્ર સરકારની નોટિસ આવતા ફાઉન્ડેશન ફોર ઈન્ડિપેન્ડન્ટ જર્નાલીઝમ સહિતનાઓએ સ્ટે ની માંગણી કરી : નોટિસ ઉપર રોક લગાવવાનો દિલ્હી હાઇકોર્ટનો ઇન્કાર

ન્યુદિલ્હી : ડિજિટલ મીડિયા માટેના નવા રૂલ્સનું પાલન  નહીં  કરો તો કાયદેસર પગલાં લેવાશે . કેન્દ્ર સરકારની નોટિસ આવતા ફાઉન્ડેશન ફોર ઈન્ડિપેન્ડન્ટ જર્નાલીઝમ ,ધ વાયર ,કવીન્ટ ડિજિટલ મીડિયા લિમિટેડ ,તથા પ્રવદા મીડિયા ફાઉન્ડેશન સહિતની કંપનીએ આ બાબતે સ્ટે આપવા દિલ્હી હાઇકોર્ટમાં અરજી કરી હતી. પરંતુ નામદાર કોર્ટે હાલની તકે સ્ટે આપવાનો ઇન્કાર  કર્યો હતો.

જેના  કારણમાં ન્યાયાધીશ સી હરિ શંકર અને સુબ્રમનિયમ પ્રસાદની વેકેશન બેંચે કહ્યું હતું કે કે તેમને માત્ર સૂચનાના અમલીકરણ માટે નોટિસ આપવામાં આવી છે, જેના પર કોઈ રોક લગાવી શકાય નહીં.

સુનાવણી માટેની આગામી મુદત 7 જુલાઈ રાખવામાં આવી છે.તેવું એનડીટીવી દ્વારા જાણવા મળે છે.

(6:14 pm IST)