Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

નાપાક હરકત

એરબેઝ બાદ મિલિટ્રી સ્ટેશન પર ડ્રોન જોવા મળ્યા

૨ ડ્રોનથી હુમલાનું ષડયંત્ર : સેનાએ કર્યું ૨૫ રાઉન્ડ ફાયરીંગ : સર્ચ ઓપરેશન શરૂ

નવી દિલ્હી તા. ૨૮ : કાશ્મીર નેતાઓની દિલ્હીમાં બેઠક બાદ એકવાર ફરી જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓએ ઘટનાઓને અંજામ આપવાનું શરૂ કર્યું છે. એરફોર્સ સ્ટેશન પર ડ્રોન હુમલાના બીજા જ દિવસે આતંકવાદીઓએ મિલિટ્રી સ્ટેશન પર પણ હુમલો કરવાનો પ્રયત્ન કર્યો. મળતી માહિતી પ્રમાણે, જમ્મુના કાલૂચક મિલિટ્રી સ્ટેશન પર એક ડ્રોન જોવા મળ્યું હતું. જો કે સેના એલર્ટ પર હતી અને ડ્રોન જોતા જ સેનાએ તેના પર ૨૦થી ૨૫ રાઉન્ડનું ફાયરિંગ કર્યું.

રવિવાર રાત્રે લગભગ ૩ વાગ્યાની આસપાસ કાલૂચક મિલિટ્રી સ્ટેશનની ઉપર એક ડ્રોન જોવા મળ્યું હતું. આને જોતા જ સેનાના જવાનોએ ૨૦થી ૨૫ રાઉન્ડનું ફાયરિંગ કર્યું. ફાયરિંગ બાદ ડ્રોન ગાયબ થઈ ગયું. અત્યારે સેના સર્ચ ઓપરેશન ચલાવીને ડ્રોનની શોધ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે જમ્મુ એરફોર્સ સ્ટેશન પર રવિવારના મોડી રાત્રે ધમાકા થયા હતા. પહેલો ધમાકો રાત્રે ૧.૩૭ વાગ્યે થયો અને બીજો ઠીક ૫ મિનિટ બાદ ૧.૪૨ વાગ્યે થયો હતો.

આગળ પણ આતંકવાદી સંગઠન આનો ઉપયોગ કરશે. આ કારણે ભારતે પોતાના સૈન્ય ઠેકાણાઓની સુરક્ષા વ્યવસ્થાને ડ્રોન એટેકને અસફળ કરવા માટે વધારે એડવાન્સ કરવાની રહેશે.

ગઈકાલે એરબેઝ પર ડ્રોન હુમલાની ઘટના બાદ આજે ફરી એકવાર મિલિટ્રી સ્ટેશન પર ડ્રોન દેખાતા ખળભળાટ મચ્યો હતો. ડ્રોન જોયા બાદ સમગ્ર વિસ્તારમાં સેના દ્વારા સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. સૈન્યના જવાનો કેમ્પમાં અને તેની આસપાસની જગ્યા શોધી રહ્યા છે જયાં ડ્રોન પડી શકે છે.

જમ્મૂ કશ્મીરમાં આવેલ એરફોર્સ સ્ટેશન પર શનિવારે મોડી રાતે બે બ્લાસ્ટ થયા હતા. જે મામલે એક આંતકીની ધરપકડ કરવામાં આવી છે. બ્લાસ્ટ ડ્રોનની મદદ કરવામાં આવ્યા હોય તેવી આશંકા સેવાઈ રહી છે. જમ્મૂમાં આવેલ એરફોર્સ સ્ટેશન પર ગત ૫ મિનિટના અંતરે બે બ્લાસ્ટ થયા હતા. આ વાતની જાણ થયા બાદ એનઆઈએની ટીમ તપાસ માટે એરફોર્ટ સ્ટેશન પોહચી ચુકી છે. સમગ્ર મામલે જમ્મૂ-કશ્મીર પોલીસે યુપીએ હેઠળ કેસ ફાઈલ કર્યો છે. આ બ્લાસ્ટમાં બે લોકો સામાન્ય ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે.

ડ્રોનના ઉપયોગથી બ્લાસ્ટની ખબર સાંભળીને પાકિસ્તાન સામે શંકા સેવાઈ રહી છે. આ ઘટનાને કારણે શ્રીનગર અને પંજાબના પઠાનકોટ સ્થિત એરફોર્સ પર હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. સાથેજ જમ્મૂમાં એક આંતકીની પણ ધરપકડ કરવામાં આવી છે. જેની પાસેથી વિસ્ફોટક સામગ્રીઓ મળી આવી છે.

(12:58 pm IST)