Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

પ્રજાના નાણાંનો આવો દુરુપયોગ ચલાવી ન શકાય : પશ્ચિમ બંગાળની હોસ્પિટલમાં 1 કરોડ રૂપિયાની દવાઓ ' આઉટ ઓફ ડેટ ' થઇ જતા ફેંકી દેવી પડી : ન્યૂઝપેપરમાં આવેલા સમાચાર વાંચી હાઇકોર્ટે રાજ્ય સરકારનો ખુલાસો માંગ્યો

કોલકાત્તા : પશ્ચિમ બંગાળની હોસ્પિટલમાં 1 કરોડ રૂપિયાની દવાઓ ' આઉટ ઓફ ડેટ ' થઇ જતા ફેંકી દેવી પડી છે. ન્યુઝપેપર સન્માનમાં આવેલા સમાચાર ધ્યાને લઇ હાઇકોર્ટે રાજ્ય સરકારનો ખુલાસો માંગ્યો છે.તથા જણાવ્યું છે કે પ્રજાના નાણાંનો આવો દુરુપયોગ ચલાવી ન શકાય
.
નામદારે કોર્ટે રાજ્ય સરકારને પૂછ્યું છે કે હોસ્પિટલો પાસે સોફ્ટવેર સુવિધા છે કે કેમ તે જણાવો. અમુક હોસ્પિટલોમાં દવાઓની શોર્ટેજ અને અમુકમાં વધારે પડતા જથ્થાના કારણે દવાઓ આઉટ ઓફ ડેટ થઇ જવાથી ફેંકી દેવી પડે છે.

પ્રજાના ટેક્સમાંથી આવતા નાણાંનો આ દુરુપયોગ છે. સરકારે નિત નવી યોજનાઓ જાહેર કરતાંની સાથોસાથ પ્રજાના નાણાં વેડફાતા પણ અટકાવવા જોઈએ. તેમ નામદાર કોર્ટે જણાવ્યું હતું. તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(12:53 pm IST)