Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

૨૪ કલાકમાં કોરોનાનાં ૫૦ હજાર ૪૦ નવા કેસ નોંધાયા

૨૪ કલાકમાં ૧૨૫૮ લોકોનાં મોત : કોરોનાના નવા કેસો આવ્યા બાદ હવે દેશમાં ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા ૩ કરોડ ૨ લાખ ૩૩ હજાર ૧૮૩ થઈ

નવી દિલ્હી,તા.૨૭ :દેશમાં કોરોના ઇન્ફેક્શનની બીજી લહેર ભલે નબળી પડી રહી હોય પરંતુ વિશ્વભરમાં ઝડપથી વધી રહેલા કોરોના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટથી મુશ્કેલીઓમાં વધારો થતો દેખાય છે. એક દિવસની રાહત બાદ ફરી એકવાર કોરોનાના નવા કેસ ૫૦ હજારથી ઉપર પહોંચી ગયા છે. આરોગ્ય મંત્રાલય અનુસાર, દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના સંક્રમણનાં ૫૦ હજાર ૪૦ નવા કેસ નોંધાયા છે, જ્યારે ૧૨૫૮ દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. કોરોનાના નવા કેસો આવ્યા બાદ હવે દેશમાં ચેપગ્રસ્ત દર્દીઓની કુલ સંખ્યા હવે વધીને ૩ કરોડ ૨ લાખ ૩૩ હજાર ૧૮૩ થઈ ગઈ છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં કોરોનાના અત્યારે ૫ લાખ ૮૬ હજાર ૪૦૩ સક્રિય કેસ છે, જ્યારે ૨ કરોડ ૯૨ લાખ ૫૧ હજાર ૨૯ લોકો સ્વસ્થ થઈને તેમના ઘરે ગયા છે. તે જ સમયે, કોરોનાને કારણે અત્યાર સુધીમાં ૩ લાખ ૯૫ હજાર ૭૫૧ લોકોનાં મોત નીપજ્યાં છે. દેશમાં અત્યાર સુધીમાં ૩૨,૧૭,૬૦,૦૭૭ લોકોને રસી આપવામાં આવી છે.

   છેલ્લા ૨૪ કલાકમાં, ૬૪,૨૫,૮૯૩ લોકોને કોરોના રસી આપવામાં આવી છે. શનિવારે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના ૯,૮૧૨ નવા કેસ નોંધાયા છે અને ચેપને કારણે ૧૭૯ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો, રાજ્યમાં ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા ૬૦,૨૬,૮૪૭ અને મૃત્યુઆંક ૧,૨૦,૮૮૧ પર પહોંચી ગયો છે.

      રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું છે કે, ચેપને કારણે મૃત્યુનાં ૧૭૯ નવા કેસમાંથી ૧૦૬ કેસ છેલ્લા ૪૮ કલાકમાં હતા અને ગયા અઠવાડિયે ૭૩ કેસ નોંધાયા હતા. એક દિવસમાં ૮૭૫૨ લોકોને હોસ્પિટલોમાંથી રજા આપવામાં આવ્યા બાદ રાજ્યમાં અત્યાર સુધીમાં ૫૭,૮૧,૫૫૧ લોકો ચેપ મુક્ત થયા છે. હાલમાં રાજ્યમાં ચેપ મુક્તનો દર ૯૫.૯૩ ટકા છે અને ચેપને કારણે મૃત્યુદર બે ટકા છે. શનિવારે મધ્ય પ્રદેશમાં કોરોના વાયરસના ચેપના ૪૬ નવા કેસ નોંધાયા છે. આ સાથે, રાજ્યમાં આ વાયરસથી સંક્રમિત લોકોની કુલ સંખ્યા અત્યાર સુધીમાં ૭,૮૯,૬૫૭ પર પહોંચી ગઈ છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં આ રોગને કારણે ૨૫ વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. રાજ્યમાં અત્યાર સુધીમાં આ રોગને કારણે મૃત્યુઆંક ૮,૮૯૬ પર પહોંચી ગયો છે. મધ્ય પ્રદેશ આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યના ૫૨ જિલ્લાઓમાં ૩૫ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં એક પણ નવો કોરોના ચેપનો કેસ નોંધાયો નથી. તેમણે કહ્યું કે, કોવિડ -૧૯ના નવ નવા કેસ શનિવારે ઈન્દોરમાં આવ્યા, જ્યારે ૧૧ નવા કેસ ભોપાલમાં આવ્યા.

(12:00 am IST)