Gujarati News

Gujarati News

News of Sunday, 28th June 2020

હૈયું હચમાવતો કિસ્સો : યુવક તેની પત્નીને માત્ર 100 રૂપિયા આપી નહિ શકતા હતાશામાં ટ્રેન નીચે પડતું મૂકી જીવ દીધો

યુવક તેના પુત્ર પત્ની અને બાળકો સાથે સાસરિયામાં એક લગ્ન સમારંભમાં ગયો હતો

લલિતપુર : કોરોના મહામારીની સાથે લોકડાઉનને કારણે સર્જાયેલી બેકારીએ ગરીબ -મધ્યમવર્ગના લોકોની કેડ ભાંગી નાંખી છે. દરરોજ હૃદયને મચમચાવી દેનારા કિસ્સા સામે આવી રહ્યા છે. અહીં એક યુવક તેની પત્નીને કથિતરુપે માત્ર 100 રૂપિયા ન શક્યો. જેની પીડા તેના મનમાં એટલી ઘર કરી ગઇ કે તેણે હતાશ થઇ ટ્રેન નીચે પડતું મૂકી જીવ આપી દીધો.
ઉત્તર પ્રદેશના લલિતપુર જિલ્લાના જાખલૌન વિસ્તારમાં આ ઘટના બનતા પોલીસે શબનો કબજો લઇ તપાસ શરૂ કરી હતી.

પોલીસે જણાવ્યું કે અહીં જીરોન-લલિતપુર રેલવે માર્ગ પર ફાટક પાસે શનિવારે ટ્રેનથી કપાયેલા યુવકનો મૃતદેહ મળ્યો હતો. જેની ઓળખ નારાહટ વિસ્તારના ગુરયાના ગામના રહેવાસી જયહિન્દ સિંહ તરીકે થઇ છે. તેની વય 30 વર્ષ હતી. જયહિન્દના પિતાએ પોલીસને જણાવ્યું કે તેમનો પુત્ર પત્ની અને બાળકો સાથે સાસરિયામાં એક લગ્ન સમારંભમાં ગયો હતો. શુક્રવારે સાંજે તેની પત્નીએ ખર્ચ માટે 100 રૂપિયા માંગ્યા હતા, જે તે આપી શક્યો નહતો.

(8:51 pm IST)