Gujarati News

Gujarati News

News of Sunday, 28th June 2020

ત્રંબા ગામે બેકાબુ ટ્રકે અડફેટે લેતા ઢાંઢીયા ગામના નિલેશભાઈ કોઠારીને ગંભીર ઇજા : ત્રણ કાર અને બે બાઇકોને પણ ઉડાવ્યા

પાનની દુકાને બાળકો માટે બિસ્કિટ અને નાસ્તો લેવા ઉભેલા નિલેષભાઈને અચાનક ધસી આવેલ ટ્રકે અડફેટે લેતા ગંભીર ઇજા : બાજુમાં ઉભેલા કાર અને કેટલાક વાહનો પણ ઉડાવ્યા : ભાગી ગયેલા ટ્રક ચાલકને લોકોએ પીછો કરી ઝડપી લીધો

રાજકોટ : રાજકોટની ભાગોળે આવેલ ત્રંબા કસ્તુરબા ધામ બસ સ્ટોપ પાસે પાનની દુકાને નાસ્તો લેવા ઉભેલા હતા ત્યારે રાજકોટ તરફ્થી આવેતા માતેલા સાંઢ જેવા ટ્રકે ત્રણ ફોર વહીલ અને બે બાઇકને અડફેટે લેતા ઢાંઢીયા ગામના નિલેશભાઈ કોઢારીને અડફેટે લેતા ગંભીર ઇજા થઈ છે

 નિલેશભાઈ તેના પરિવારજનો સાથે રાજકોટથી ઢાંઢીયા પરત જતા જતા હતા અને બાળકો માટે બિસ્કિટ લેવા ગયેલ હતા પાનની દુકાને ઉભા હતા, કારમાં બેસવું જતા અચાનક ધસી આવેલ ટ્રકે નિલેશભાઈને અડેફેટે લેતા ગંભીર ઇજા થતા તેને રાજકોટ સારવાર માટે ખસેડેલ છે તેમના પરિવારજનોનો આબાદ બચવા થયો છે બીજી બે કાર અને બાઇકને પણ ઠોકરે ચડાવતા ઘડીભર નાસભાગ મચી જવા પામી હતી

આ અકસ્માત બાદ ટ્રક ચાલક નાશી છૂટ્યો હતો જોકે લોકોએ તેનો પીછો કરીને પકડી લીધો હતો

(7:09 pm IST)