Gujarati News

Gujarati News

News of Sunday, 28th June 2020

ચાઈનાના યુદ્ધ વિમાનો હવે ભારતીય એર ડીફેન્સ સિસ્ટમના રડારમાં: બોર્ડર ક્રોસ કરી તો તોડી પાડવા સીસ્ટમ સ્ટેન્ડબાય

નવી દિલ્‍હી :  ચીનસેના દ્વારા ભારતીયસરહદે વાસ્તવિક અંકુશરેખા નજીક યુદ્ધવિમાનો સહિત સૈન્ય વધારી દેવાતાં ભારતીય સશસ્ત્ર દળોએ પૂર્વ લદાખ ક્ષેત્રમાં એડવાન્સ્ડ ક્વિક રિસ્પોન્સવાળી, જમીન પરથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ ગોઠવી દઈ સામે પડકાર ફેંકયો છે. અને ચીન ની દરેક મૂવમેન્ટ ઉપર નજર રાખી જો ચીન ના યુદ્ધ વિમાનો ભારતીય સરહદ માં ઘૂસવાની કોશિશ કરેતો તેને તરત જ તોડી પાડવા સીસ્ટમ સ્ટેન્ડબાય છે. એર ડિફેન્સ સિસ્ટમ ગોઠવાતા આ સેક્ટરમાં આર્મી સાથે એરફોર્સ પણ ચીનનાં યુદ્ધવિમાનો તથા તેની ઘૂસણખોરીનો કોઇ પણ સ્તરે જવાબ આપી શકવા સક્ષમ છે.

ચીને ભારત બોર્ડર નજીક હવાઇ શસ્ત્રસરંજામ અને સુખોઇ-30 જેવાં યુદ્ધવિમાન તહેનાત કરી દીધાં છે. તે સરહદથી 10 કિ.મી. પાછળ રખાયાં છે. આ વિમાન અને હેલિકોપ્ટર ભારતીય સરહદે સ્થિત દૌલત બેગ ઓલ્ડી સેક્ટર, ગલવાન ખીણના પેટ્રોલિંગ પોઇન્ટ 14 અને 15ની સાથે પૈગોંગ ત્સોમાં હોટ સ્પ્રિંગ એરિયા 17 અને 17એ, ફિંગર 3 એરિયાની આસપાસ સતત ઉડાન ભરી રહ્યાં છે.

કેન્દ્ર સરકારે છેલ્લા કેટલાક દિવસોમાં સ્વીકાર્યું છે કે મે મહિનાથી ચીન સતત લદ્દાખમાં ઘૂસણખોરી કરવા માટે પ્રયત્નશીલ છે. 15 જૂનની રાત્રે ગલવાનમાં થયેલી હિંસક અથડામણ બાદ ચીને LAC પર સેના વધારી દીધી છે. એટલું જ નહીં અનેક પ્રકારની મિસાઈલ, હથિયારો, તોપ વગેરેનો પણ ખડકલો કર્યો છે.

ચીનની એરફોર્સે LAC પાસે સુખોઈ-30 જેવા ફાઈટર પ્લેન ગોઠવ્યા છે. સૂત્રોએ જણાવ્યું છે કે ચીનના હેલિકોપ્ટર્સ LACની ખૂબ જ નજીક ઉડાવી રહ્યું છે. તેમા દૌલત બેગ ઓલ્ડી સેક્ટર, ગવાન ઘાટી, પેટ્રોલિંગ પોઇન્ટ 14,15,17 અને 17A ઉપરાંત પૈંગોંગ ત્સો ફિંગર 3 વિસ્તાર નજીક ચીનના વિમાનો ઉડાન ભરી રહ્યા છે અને આડકતરી રીતે ડરાવવા નો પ્રયાસ કરી રહ્યા છે પરિણામે ભારતે તેનો જડબાતોડ જવાબ આપવા યુદ્ધ વિમાનો, હેલિકોપ્ટર, ગોઠવી દઈ એર ડિફેન્સ સિસ્ટમ પણ ગોઠવી દીધી છે અને જો ચીન દ્વારા તેના યુદ્ધ વિમાનો એ ભારતીય સરહદ માં ઘુસવાની કોશિશ કરી તો તેને તોડી પાડવા સિસ્ટમ કામ કરશે.

ચીને પોતાનો એરફોર્સ એક્યુઅલ કંટ્રોલ (LAC)ની આરપાર ગોઠવી દીધો છે. તાજેતરના સમયમાં ચાઇનીઝ સર્વેલન્સ વિમાન એલએસીની ખૂબ નજીક ઉડતું જોવા મળ્યું છે. ભારતીય વાયુસેનાએ હવે પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ) એરફોર્સ પર નજર રાખવા અને કોઈપણ કાર્યવાહીનો ઝડપથી જવાબ આપવા માટે મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ ગોઠવી છે. હવે આખા ક્ષેત્રમાં એક અદ્યતન ઝડપી પ્રતિક્રિયા સપાટીથી હવા મિસાઇલ સંરક્ષણ પ્રણાલી છે જે પીએલએએફના કોઈપણ લડાકુ વિમાનને થોડીવારમાં નાશ કરી શકે છે

(11:47 am IST)