Gujarati News

Gujarati News

News of Saturday, 27th June 2020

મધ્યપ્રદેશમાં VHPના ગૌરક્ષા પ્રમુખની ખુલ્લેઆમ ગોળી મારી હત્યા:બદમાશોએ કારને ઘેરી લઈને 15 મિનિટ સુધી ડંડા ફટકાર્યા અને ફાયરીંગ કર્યું

વાયરલ થયેલા વીડિયોમાં દેખાઈ રહેલા આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

હોશંગાબાદ : મધ્યપ્રદેશના હોશંગાબાદમાં વિશ્વ હિન્દુ પરિષદના ગૌરક્ષા પ્રમુખ રવિ વિશ્વકર્માની હત્યાનો એક વીડિયો સામે આવ્યો છે. વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં લગભગ અડધા ડઝન જેટલા ગુંડાતત્વો કાળી કાર પર હુમલો કરી રહ્યા છે. વચમાં અપરાધીઓ દ્વારા ફાયરીંગ કરવામાં આવ્યું છે, વીડિયોમાં ગોળી ચાલવાનો અવાજ સંભળાય છે.

 ગત શુક્રવારે વીએચપી નેતા રવિ વિશ્વકર્માને ગુંડાતત્વોએ પિપરિયા અંડર બ્રિજ પાસે રોક્યા હતા. ત્યારબાદ તેમની કાર પર લાકડીઓ દ્વારા હુમલો કરી દીધો. ત્યારબાદ હુમલાખોરોએ તેમને ગોળી મારી દીધી. હવે ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. બતાવવામાં આવી રહ્યું છે કે, ત્યાંથી પસાર થઈ રહેલી રીક્ષામાં બેઠેલા યુવકે પોતાના મોબાઈલમાં વીડિયો બનાવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, રવિ વિશ્વકર્મા શુક્રવારે સાંજે હોશંગાબાદથી પાછા પોતાના ઘરે પિપરિયા આવી રહ્યા હતા. જેવો તેમણએ અંડરબ્રિજ પાર કર્યો, ત્યાં પહેલાથી ગાત લગાવી ગુંડાતત્વો બેઠા હતા, અને તેમણે કારને ઘેરી લીધી અને હુમલો કરી દીધો. હુમલાખોરોએ લગભગ 15 મિનીટ સુધી કાર પર ડંડાનો વરસાદ કર્યો. ત્યારબાદ તેમાંથી એકે ગોળી ચલાવી. ઈજાગ્રસ્ત રવિને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા પરંતુ રસ્તામાં તેમનું મોત નિપજ્યું છે
વીએચપી નેતાની હત્યાનો લાઈવ વીડિયો વાયરલ થયા બાદ પોલીસે તપાસ વધારે ઝડપી બનાવી દીધી છે. પોલીસે વીડિયોમાં દેખાઈ રહેલા આરોપીઓની તપાસ કરી તેમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી દીધી છે. વાયરલ વીડિયોમાં લગબગ અડધા ડઝન જેટલા હુમલાખોરો તોડફોડ અને ફાયરીંગ કરતા જોવા મળ્યા છે. મામલે તપાસ કરી રહેલી પોલીસે પ્રત્યેક આરોપીની જાણકારી આપનારને 10,000 રૂપિયા ઈનામ આપવાની જાહેરાત કરી છે.

(12:59 am IST)
  • અમદાવાદ વસ્ત્રાલ ARTOના AIMV નિલેશ કોઠારીનું રાજકોટ પાસે ત્રંબામાં અકસ્માતમાં કરૂણમોત નિલેશભાઈ કોઠારી તેમના પરિવારજનો સાથે રાજકોટથી ઢાંઢીયા પરત જતા જતા રસ્તામાં ત્રંબા કસ્તુરબા ધામ બસ સ્ટોપ પાસે બાળકો માટે બિસ્કિટ અને નાસ્તો લેવા પાનની દુકાને ઉભા હતા તે જ સમયે અચાનક ધસી આવેલ ટ્રકે નિલેશભાઈને તેમજ ત્રણ કાર અને બે વાહનોને અડેફેટે લીધા હતા;ગંભીર ઈજાગ્રસ્ત નિલેશભાઈને સારવાર માટે રાજકોટ લવાયા પરંતુ તબીબોએ મૃત જાહેર કર્યા access_time 12:44 am IST

  • આવતીકાલે સવારે 11 વાગ્યે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરશે 'મન કી બાત' access_time 12:14 am IST

  • પોરબંદર જિલ્લામાં વધુ બે કેસ પોઝીટીવ : ના રાણાવાવ તાલુકાના સ્ટેશન પ્લોટ વિસ્તારમાં તેમજ પોરબંદરના કડિયા પ્લોટ વિસ્તારમાં એક -એક કેસ કરોના પોઝિટિવ આવતાં કુલ સંખ્યા 16 એ પહોંચી access_time 10:47 pm IST