Gujarati News

Gujarati News

News of Sunday, 28th June 2020

" અમેરિકન ફર્સ્ટ " : એચ-1બી વિઝા રદ કરવાના ટ્રમ્પ સરકારના નિર્ણયને ઈન્ફોસિસનો જડબાતોડ જવાબ : 2017 ની સાલથી અત્યાર સુધીમાં 10 હજાર ઉપરાંત અમેરિકન કર્મચારીઓ પે રોલ ઉપર : કંપનીની સામાન્ય સભામાં ચેરમેન શ્રી નંદન નીલકર્ણીનું ઉદબોધન

બેંગલુર : અમેરિકાની ટ્રમ્પ  સરકારના અમેરિકન ફર્સ્ટ સૂત્ર સાથે એચ-1બી વિઝા ચાલુ વર્ષમાં રદ કરવાના ચૂંટણી લક્ષી નિર્ણયનો જડબાતોડ જવાબ અમેરિકાની બીજા નંબરની ગણાતી ભારતની ઇન્ફોસિસ કંપનીએ આપ્યો છે.જે મુજબ કંપનીના ચેરમેન નંદન નીલકર્ણીએ સામાન્ય સભામાં જણાવ્યા મુજબ 2017 ની સાલમાં કંપનીના તત્કાલીન સીઈઓ વિશાલ સિક્કાએ 10 હજાર અમેરિકનોને નોકરીમાં રાખવામાં આવશે તેવું કહ્યું હતું.જેના અનુસંધાને 4 નવી બ્રાન્ચ  ખોલીને 10 હજાર ઉપરાંત સ્થાનિક અમેરિકનોને નોકરીમાં રાખવામાં આવ્યા છે.

(7:46 pm IST)