Gujarati News

Gujarati News

News of Friday, 28th June 2019

અંતરિક્ષમાં હવે કુકિંગ પણ કરી શકાશે : ચંદ્ર ઉપર મોકલાયું ઓવન:અવકાશયાત્રી બનાવશે બિસ્કીટ!

હવે એસ્ટ્રોનોટ્સ તાજા બિસ્કીટની મજા માણી શકશે.

 

નવી દિલ્હી :અંતરિક્ષમાં હવે કુકિંગ પણ કરી શકાશે અને તે માટે એક ઓવન  અંતરિક્ષમાં મોકલાયું છે. નીલ આર્મસ્ટ્રોન્ગ કે જેમણે ચંદ્ર પર પહેલો પગ મૂક્યો હતો, તેમનું કહેવું છે કે, ઓવન મોકલવાની બાબત મનુષ્ય માટે ભલે નાનું પગલું હોય પરંતુ માનવ જાતિ તે ખુબ સારી બાબત છે.   

    અવકાશયાત્રીઓ તાજા બિસ્કીટની મજા માણશે અંતરિક્ષમાં બિસ્કીટ બનાવવાની તૈયારી શરૂ કરી દેવાઈ છે. એક સ્પેશ્યલ ઓવન સ્પેશમાં મોકલવામાં આવ્યું છે

    અંતરિક્ષ યાત્રી અત્યાર સુધી પોતાની સાથે ડીહાઈડ્રેટેડ અથવા રાંધેલું ભોજન લઈ જતા હતા. હવે એસ્ટ્રોનોટ્સ તાજા બિસ્કીટની મજા માણી શકશે. અંતરિક્ષ યાત્રી 2019 ખતમ થયા પહેલા સ્પેસમાં બિસ્કીટ ખાઈ શકશે. જાણવું ઘણું રોમાંચિત હશે કે શૂન્યાવકાશમાં શેકવાની પ્રક્રિયા કેવી રીતે કામ કરે છે.

  અંગે ઓવનને બે કંપનીઓ 'ઝીરો જી કિચન' અને 'ડબલટ્રી બોય હિલ્ટન' મળીને બનાવ્યું છે, તેમ નાસાના પૂર્વ અંતરિક્ષ યાત્રી માઈક મૈસિમિનો જણાવ્યું હતું. સ્પેસ ઓવન એક બેલનાકાર કંટેનર છે, જેને અંતરિક્ષ સ્ટેશનની માઈક્રોગ્રેવિટીમાં જમવાની વસ્તુઓને શેકવા માટે બનાવવામાં આવી છે.

જ્યાં પૃથ્વી જેવું વાતાવરણ નથી, જ્યાં કૃત્રિમ વાતાવરણ બનાવી શકાય છે.

  મૈસિમિનોએ કહ્યું કે, ઈતિહાસમાં આવું પહેલી વખત બનશે કે અંતરિક્ષ યાત્રી સ્પેશ સ્ટેશનમાં બનેલા બિસ્કીટ ખાઈ શકશે. એસ્ટ્રોનોટ્ને બિસ્કીટ ઘરની યાદ અપાવશે. અંતરિક્ષમાં ફ્રેશ બિસ્કીટ ખાવું એક મોટું પરિવર્તન હશે. મને નથી ખબર કે કેટલી કુકીઝ એક વખતમાં બનશે, પરતું તે ડિલીશીયસ હશે. તેમને કહ્યું કે, સંશોધન ફક્ત અંતરિક્ષ યાત્રીઓના આનંદ માટે નથી. સ્પેસ ખાસકરીને વિજ્ઞાનના પ્રયોગ માટે છે

(12:45 am IST)