Gujarati News

Gujarati News

News of Friday, 28th June 2019

નેપાળમાં ૨૦૦૦-૫૦૦ બાદ હવે ૨૦૦ રૂપિયાની ભારતીય નોટ ઉપર પ્રતિબંધ મુકી દેવાયો

નકલી નોટોનું દુષણ ડામવા ફરમાવાયો પ્રતિબંધ

ગોરખપુર, તા. ૨૮ :. નેપાળ સરકાર દ્વારા ભારતીય નોટ ઉપર પ્રતિબંધ મુકવાનો દોર સતત ચાલુ જ છે. બે હજાર તેમજ ૫૦૦ની નોટ પર પ્રતિબંધ બાદ હવે ૨૦૦ની નોટ પર પણ પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે.

નેપાળના સૂચના તેમજ પ્રાવિધિક મંત્રી ગોકુલ બાસ્કોટાએ કાઠમાંડુમા આયોજીત મંત્રી પરિષદની બેઠકમાં ભારતીય ૨૦૦ રૂપિયાની નોટ પર પ્રતિબંધ લગાવવાની ઘોષણા કરી છે. આ ઘોષણા બાદ હવે બે હજાર, પાંચસો અને ૨૦૦ની ભારતીય નોટ નેપાળના કોઈપણ સરકારી, અર્ધ સરકારી તેમજ વ્યાપારિક સંસ્થાનોમાં માન્ય રહેશે નહિ.

ભારતીય નોટ પર પ્રતિબંધ લાગવાનું કારણ નેપાળમાં સતત જપ્ત કરવામા આવતી નકલી નોટ છે. એ પણ જાણવા મળી રહ્યુ છે કે, નેપાળી નાગરીકોની પાસે નકલી અને અસલી નોટને ઓળખવાનો કોઈપણ આધાર નથી તેનાથી નકલી ભારતીય નોટોને ઓળખવામાં ખૂબ જ મુશ્કેલી થાય છે. સૂચના તેમજ સંચાર પ્રાવિધિક મંત્રી ગોકુલ બાસ્કોટાએ મીડિયાને જણાવ્યુ કે નેપાળમાં ભારતીય મોટી નકલી નોટ પકડવામાં આવી રહી છે. સુરક્ષાની દ્રષ્ટિએ તેના પર રોક લગાવવામાં આવી છે.

(3:42 pm IST)