Gujarati News

Gujarati News

News of Friday, 28th June 2019

ત્રણ તલાક ખરડામાં સરકારને ટેકો મળી શકે વિરોધ છાવણી ચિંતામાં

નવી દિલ્હી તા. ર૮ : કેન્દ્ર સરકાર ત્રણ તલાક ખરડાને આ સત્રમાં મંજુર કરાવવા માટે જરૂરી આંકડા તરફ ઝડપભેર આગળ વધી રહી છે.

રાજયસભાની ર૪પ સભ્યોની પ્રભાવી સંખ્યામાં ખરડાના પક્ષે તથા વિરોધમાં બહુ ઓછું અંતર છે. સદનમાં વિરોધી છાવણીના એક બે સભ્યોની ગેરહાજરીથી જ બહુમતીનો આંકડો સરકારના પક્ષમાં થવાના અણસાર છ.ે તેવા પણ ઓછામાં ઓછા ચાર પક્ષો તટસ્થ રહેવાની શકયતાથીસરકાર માટે સ્થિતી સરળ બની શકે છ.ે

લોકસભામાં ત્રણ તલાક ખરડો રજુ કર્યા પછી સરકાર તેને ચાલુ સત્રમાં જ બંને સદનોમાં મંજુર કરાવવાની કોશિષ કરશે. રાજયસભામાં સરકાર પાસે બહુમતી ન હોવાથી તેન ેમુશ્કેલીઓ છે પણ સંસદનું સત્ર શરૂ થયા પછી તેલુગુદેશમના ચાર અને ઇનેલોના એક સાંસદ ભાજપામાં જોડાવાથી ભાજપના ૭પ સાંસદો થઇ ગયા છે ઓરિસ્સા, ગુજરાત અને બિહારની પેટા ચુંટણી પછી તેની સંખ્યા ૭૮ થઇ જશે. એનડીએનો જદ(યુ) પક્ષ ખરડા પર તટસ્થ રહે તેવી શકયતા છે.

(3:27 pm IST)