Gujarati News

Gujarati News

News of Friday, 28th June 2019

મુંબઇમાં ભારે વરસાદ : શહેર પાણી-પાણી

પ્રથમ વરસાદથી જ ઠેર-ઠેર પાણી ભરાયા : ટ્રાફિક જામના દૃશ્યો : જનજીવન થંભી ગયું :શહેરના લોકોને ગરમીથી રાહત મળી : હજુ બે દિવસ ભારે વરસાદની આગાહી

મુંબઇ, તા. ર૮ : લાંબા સમયની રાહ જોવડાવ્યા બાદ મહારાષ્ટ્રમાં મોનસૂનનો પ્રારંભ થયો છે. આજરોજ સવારે માયાનગરી મુંબઇ અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ) વરસ્યો છે. આ સિઝનનો પહેલો વરસાદ છે. ત્યારે સીઝનના પહેલા વરસાદના કારણે લોકોને ગરમીમાંથી રાહત પણ મળી છે ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા, જેના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યાં. ભારે વરસાદના કારણે મુંબઇના તાપમાનમાં દ્યટાડો જોવા મળ્યો છે, મુંબઇનું તાપમાન હાલ ૨૭ ડિગ્રી સુધી પહોંચી ગયું છે.

 મુંબઇમાં ભારે વરસાદના કારણે અનેક જગ્યાઓ પર પાણી ભરાઇ ગયાના અહેવાલ પ્રાપ્ત થઇ રહ્યાં છે.

જેમાં અંધેરી, ધારાવી, વસઇ, કાંદિવલી, બોરીવલી સહિતના વિસ્તારોમાં વરસાદના કારણે પાણી ભરાયા છે. જેના કારણે ટ્રાફિક જામ થઇ જતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

મુંબઈના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. મુંબઈમાં વરસાદ(Mumbai Rain) શરૂ થતાં શહેરીજનોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે.જયારે કેટલાક વિસ્તારોમાં થોડા જ વરસાદમાં પાણી ભરાઈ જતાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે.

મુંબઈમાં પણ મેઘરાજાએ વહેલી સવારે ધમાકેદાર એન્ટ્રી કરી. વરસાદના આગમનના કારણે શહેરના અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા. જેથી નોકરીએ જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. સીઝનનો પહેલો સારો વરસાદ પડતા મુંબઈગરાઓને અસહ્ય બફારામાંથી રાહત મળી છે.

તો આ તરફ સાયન વિસ્તારમાં પણ વરસાદ પડ્યો. વરસાદના કારણે રસ્તા પર પાણી ફરી વળ્યા જેથી અનેક વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.ઙ્ગ તો આ તરફ પાલદ્યર અને નાલાસોપારામાં પણ વરસાદ પડ્યો. વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા..

મુંબઈમાં મેદ્યરાજાની સવારી આવી પહોંચી હતી. મેદ્યરાજાએ તોફાની બેટિંગ કરતાં મુંબઈના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ફકત એક કલાકના વરસાદમાં શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. વરસાદ અને ભારે પવનને કારણે વિઝિબિલિટી પણ ઓછી થઈ ગઈ હતી. દ્યણા સમયથી વરસાદની રાહ જોઈ રહેલાં લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. એકબાજુ પહેલા વરસાદથી લોકોમાં ખુશીનો માહોલ હતો, તો પાણી ભરાતાં લોકોને મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડ્યો હતો. સવારે મુંબઈ એરપોર્ટ પર વિઝિબિલિટી ઓછી થઈ જતાં ફ્લાઈટ્સ ડાયવર્ટ કરવી પડી હતી. જો કે હાલ મુંબઈ એરપોર્ટ પર તમામ ઓપરેશન સામાન્ય ચાલી રહ્યા છે.

(3:24 pm IST)