Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

વોટ્સએપ પેમેન્ટ સર્વિસ ક્યારે શરુ થવાના ઠેકાણા નથી

નવી દિલ્હી :વોટ્સએપ પેમેન્ટ્સને ભારતમાં પૂર્ણ સ્તરે લોન્ચ કરવાના હજુ કોઈ ઠેકાણા નથી આ સર્વિસ માટે મુખ્ય હિતધારકો વચ્ચે કોમ્યુનિકેશનનો અભાવ હોવાથી કામગીરી ઠપ છે. NPCIએ હજુ જણાવ્યું નથી કે વોટ્સએપ પેમેન્ટ્સ સર્વિસ લોન્ચ કરવા માટે તે તેની ઔપચારિક મંજૂરી ક્યારે આપશે. આ ઉપરાંત વોટ્સએપ પેમેન્ટમાં આરબીઆઇના નિયમોનું સંપૂર્ણપણે પાલન થાય છે કે નહીં તે અસ્પષ્ટ છે.

   વોટ્સએપ પેમેન્ટ્સ જેના પર રચાયું છે તે યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસનું સંચાલન નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) કરે છે. ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રાલયે આ મહિને કેટલાક સવાલ ઉઠાવ્યા હતા જેના પર NPCIએ જવાબ આપ્યા નથી.

(11:13 pm IST)