Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

શુક્રવારે લોન્ચ થશે 125 રૂપિયાનો સિક્કો :ઉપરાષ્ટ્રપતિને હસ્તે 125 અને 5 રૂપિયાનો સિક્કો લોન્ચ કરાશે

નવી દિલ્હી :હવે 125 રૂપિયાનો સિક્કો ભારતીય બજારમાં પ્રવેશ કરશે.આ પહેલા તેની તસ્વીર જાહેર થઇ ચુકી છે ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ 29 જુનના રોજ એટલે આવતી કાલે શુક્રવારે પી.સી મહાલનોબિસની 125મી જયંતીના પ્રસંગે તેમના સન્માનમાં રૂપિયા 125નો સિક્કો તેમજ 5 રૂપિયાનો નવો સિક્કો લોન્ચ કરશે.અત્રે  ઉલ્લેખનીય છે 125 રૂપિયાનો સિક્કો અત્યાર સુધીનો સૌથી મોટો સિક્કો હશે, જે ભારતીય બજારોમાં જોવા મળશે.

(10:17 pm IST)