Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

સાહસી નિર્ણય બદલ અમને તમામને વડાપ્રધાન પર ગર્વ

આયાતમાં ઘટાડો કરવા રિફાઈનરીઓને સુચન : નરેન્દ્ર મોદીની સરખામણી કોંગી પાર્ટીએ એક ક્રૂર શાસક ઔરંગઝેબની સાથે કરી છે જે તેમની હતાશા દર્શાવે છે

નવીદિલ્હી, તા. ૨૮ : કેન્દ્રીયમંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલમાં વિધાનસભાની ચૂંટણી દરમિયાન તેમની પાર્ટીએ સર્જિકલ સ્ટ્રાઇકનો કોઇ ઉલ્લેખ કર્યો ન હતો. તેમણે કહ્યું હતું કે, આજે પણ કોંગ્રેસી નેતાઓ દ્વારા આર્મી ચીફ ઉપર ટિપ્પણી કરવામાં આવી રહી છે. એક નેતાએ સર્જિકલ સ્ટ્રાઇકના વિડિયોને બનાવટી તરીકે ગણાવ્યા છે. તેમણે કહ્યું હતું કે, સેનાને કમજોર કરવાને લઇને રાજનીતિ રમવી જોઇએ નહીં. અમે કોઇપણ ચૂંટણીમાં આ વિડિયોને લઇને ચર્ચા કરી નથી. દેશના હિતમાં સાહસ દર્શાવવાની જરૂર હોય છે. અમને અમારા વડાપ્રધાન ઉપર ગર્વ છે. મોદીના સાહસિક નિર્ણય પર અમને તમામને ગર્વ છે. મોદીને ઔરંગઝેબ જેવા શાસક ગણાવ્યાના મુદ્દે કેન્દ્રીયમંત્રીએ કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટીએ મોદીની સરખામણી એક ક્રૂર શાસક સાથે કરી છે. ભારતની રજાનીતિમાં એક નવી પડતી છે. કોંગ્રેસની માનસિકતા પરાજિત થયેલી છે.

(7:31 pm IST)